કાર્યવાહી:સેટેલાઈટ પાર્કમાં TP રોડ ખોલવા ગયેલી ટીમ પાછી ફરી, રહીશોને કાનૂની લડત માટે વધુ સમય આપવાનો નિર્ણય

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ હાઇકોર્ટે પણ આ પ્લોટ ખાલી કરવા આદેશ કર્યો હતો

સેટેલાઇટમાં આવેલા સેટેલાઇટ પાર્કમાં મંગળવારે દ.પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ટી.પી.નો અમલ કરાવવા ગઈ હતી જો કે ટીમે વિલા મોંઢે પરત ફરવું પડ્યું હતું.

સેટેલાઇટ પાર્ક સોસાયટી ઔડાના સમયે અસ્તિત્વમાં આવી હતી. જ્યારે તે સમયે આ સોસાયટીના એક પ્લોટ પર કેટલાક ઝૂંપડા ઉભા થયા છે. તે પ્લોટ ખાલી કરાવવા માટે સોસાયટીના રહીશો લાંબા સમયથી કાનૂની લડાઇ ચલાવતાં હતા. અગાઉ હાઇકોર્ટે આ જગ્યા ખાલી કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે આ જગ્યા ખાલી કરીને આપવાને બદલે મ્યુનિ. ટી.પી.સ્કીમનો અમલ કરાવવા પહોંચી હતી. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતોકે, પહેલા તેમને તેમનો પ્લોટનો કબજો આપવામાં આ‌વે તે બાદ પ્લોટનો ટી.પી. હેઠળ કબજો લેવામાં આ‌વે. મ્યુનિ. તંત્રે સોસાયટીના રહીશોને કાનૂની માર્ગદર્શન લેવા માટે સમય આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...