તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:ટીમ પાટીલની પહેલી કારોબારી બેઠક મળશે, ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપ છોડી AAPમાં જોડાયા, સિસોદિયાના હસ્તે ખેસ પહેરી ઝાડુ પકડ્યું

3 મહિનો પહેલા

નમસ્કાર!
ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા વાલીમંડળ હાઈકોર્ટમાં અરજી કરશે. 450 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની ઓફલાઇન સામાન્ય સભા મળશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1) ટીમ પાટીલની પહેલી કારોબારી બેઠક, વિધાનસભા ચૂંટણી 2022થી લઈ સરકારમાં ફેરબદલની ચર્ચા થશે.
2) કોરોનાથી મોતના સરકારી આંકડાની હકીકત સામે લાવવા 'આપ'નો સોમનાથથી અંબાજીનો પ્રવાસ, જનસંવેદના મુલાકાત નામનો કાર્યક્રમ કરશે.
3) ધો.10-12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા વાલીમંડળ આજે હાઈકોર્ટમાં અરજી કરશે.
4) 450 દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની ઓફલાઈન સામાન્ય સભા મળશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) ‘મારે સેવા કરવી છે, શું થશે; મને ગોળી મારી દેશે’, ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપ છોડી AAPમાં જોડાયા, સિસોદિયાના હસ્તે ખેસ પહેરી ઝાડુ પકડ્યું

આમઆદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સર્કિટમાં 'આપ'ના નેતાઓ સાથે લાંબી મીટિંગ કરી હતી. આ મીટિંગ બાદ હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપનો સાથ છોડી આમઆદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે મારે સેવા કરવી છે, શું થશે; મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે. સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

2) મનીષ સિસોદિયાએ કહ્યું, ગુજરાતીઓને ‘આપ’ પ્રત્યે વધુ વિશ્વાસ છે, નીતિન પટેલે કહ્યું- કોઈ AAPની નોંધ પણ નથી લેતું
રવિવારે બપોરે દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ મહેશ સવાણીને 'આપ'નો ખેસ પહેરાવ્યો હતો. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ પક્ષ ગુજરાતમાં આવે એનાથી કોઈ ફેર પડતો નથી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તેની મતદારોએ નોંધ પણ લીધી નહોતી. જ્યારે સિસોદિયાએ કહ્યું હતું કે ગુજરાતના લોકોને 'આપ' પર વધુ વિશ્વાસ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વલસાડના ગુંદલાવ નજીક પિક-અપ ટેમ્પો ડિવાઇડર કૂદી સ્કોર્પિયો સાથે અથડાયો, બેનાં મોત, ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળ્યો
વલસાડના ગુંદલાવ નજીક અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પર પિક-અપ ટેમ્પો અને સ્કોર્પિયો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં બેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં. સ્કોર્પિયોમાંથી ઇન્ડિયન નેવીના સિક્કા મારેલો પાસપોર્ટ મળી આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે સ્થળ પર પહોંચીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં આર્થિક સંકડામણમાં આવેલા દંપતીનો સાઉથની ફિલ્મ જોઈ જ્વેલરીનો શો-રૂમ લૂંટવા પ્રયાસ, સ્ટાફ પર રિવોલ્વર તાકી
કોરોનાને કારણે લોકડાઉનથી અનેક રોજગાર ધંધાને મોટી અસર પડી છે. ખાસ કરીને નાના રોજગાર ધંધાદારી લોકો મોટું નુકસાન અને આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે, જેથી હવે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં એક વર્ષની બાળકી સાથે રહેતાં પતિ-પત્નીએ લોકડાઉનને કારણે આર્થિક સંકડામણ પડતાં સાઉથની ફિલ્મો જોઈ નિકોલ રોડ પર આવેલી જવેલરીના શો-રૂમમાં લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનદાર અને તેના કારીગરોએ હિંમત કરી સામનો કર્યો હતો. ત્યાર બાદ આરોપી યોગીતા ગોહિલ અને ભરત ગોહિલને ઝડપીને પોલીસહવાલે કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) પાવાગઢમાં દર્શન માટે દોઢ લાખ શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા, કોઇએ માસ્ક ન પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
કોરોનાની બીજી લહેર બાદ યાત્રાધામો ખૂલ્યાં પછી પાવાગઢમાં આજે રવિવારે દોઢ લાખ જેટલા યાત્રાળુઓ ઊમટી પડ્યા હતા, જેને પગલે ઠેર-ઠેર ટ્રાફિકજામ સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું અને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આટલી મોટી સંખ્યામાં ભક્તો મહાકાળી માતાનાં દર્શને ઊમટી પડતાં તંત્ર પણ અવઢવમાં મુકાઇ ગયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...