તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વનાં સૌથી મોટાં મોટેરા સ્ટેડિયમમા ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. 24મીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ક્રિકેટ ટેસ્ટમાં જો ટીમ ઈન્ડિયા જીતશે, તો તે 21મી સદીની તેની 100મી જીત હશે. વર્ષ 2000થી લઈને અત્યાર સુધી ભારતે 218 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 99માં તેણે જીત હાંસલ કરી છે. વધુ એક સફળતા મળતા જ ટીમ 21મી સદીમાં ટેસ્ટ જીતીને સદી લગાવનારી એશિયાની પહેલી અને વિશ્વની ત્રીજી ટીમ બની જશે. દરમિયાન બંને ટીમની સેવામાં તહેનાત હોટલ હયાતના 150 કર્મચારીઓ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં.
વર્ષ 2000થી અત્યાર સુધી 60થી વધુ ટેસ્ટ મેચ જીતનારી ટીમ
ટીમ | ટેસ્ટ | જીત | હાર | ડ્રો |
ઓસ્ટ્રેલિયા | 232 | 138 | 58 | 36 |
ઈંગ્લેન્ડ | 268 | 121 | 85 | 62 |
દ.આફ્રિકા | 205 | 100 | 62 | 43 |
ભારત | 218 | 99 | 60 | 59 |
શ્રીલંકા | 197 | 76 | 75 | 46 |
પાકિસ્તાન | 174 | 66 | 71 | 37 |
ન્યૂઝીલેન્ડ | 170 | 61 | 64 | 45 |
20મી સદીની તુલનામાં 21મી સદીમાં
21મી સદીમાં આપણે ગઈ સદીની તુલનામાં 34% ઓછી ટેસ્ટ રમ્યા, પરંતુ 62% વધુ જીત હાંસલ કરી.
હોટલ હયાતના 150 કર્મચારીઓ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં
ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ગુરુવારે બપોરે 4.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને સીધા આશ્રમ રોડ પરની હયાત હોટલમાં જશે. જો કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બાયો બબલ સુરક્ષા હેઠળ આવરી લેવાયા છે. જો કે બંને ટીમ 33 દિવસ સુધી હયાત
હોટલમાં રોકાવાની હોવાથી તેમની સેવામાં તહેનાત હોટલ સ્ટાફના 150 મેમ્બરો પણ 33 દિવસ સુધી ઘરે જઈ શકશે નહીં. આ 33 દિવસ સુધી 150 સ્ટાફ મેમ્બરોને પણ ફરજીયાત હોટલમાં જ રહેવું પડશે. જેથી હોટલમાં જ તેમને રહેવાની, ખાવાની સૂવાની, કપડા સહિતની તમામ સગવડ કરવામાં આવી છે. આટલા દિવસ માટે હોટલના આ સ્ટાફ મેમ્બરો તેમના પરિવારના સભ્યોને પણ મળી શકશે નહીં.
હોટલ - સ્ટેડિયમ અને રોડ બંદોબસ્તમાં 2000 પોલીસ તહેનાત રહેશે
હોટલ હયાતની અંદર એક પણ પોલીસ અધિકારી કે કર્મચારી જઈ શકશે નહીં. પરંતુ હોટલની ફરતે વાડજ પોલીસ સ્ટેશનના 120 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રહેશે. જ્યારે હોટલ થી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ ઉપર, સ્ટેડિયમની આસપાસના પાર્કિંગમાં ટ્રાફિક પોલીસના 1155 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. જ્યારે સ્ટેડિયમની અંદર અને બહાર 800 જેટલા પોલીસ અધિકારી - કર્મચારી તહેનાત રહેશે.
બંને ટીમો માટે હોટલના 7 માળ પર બધા રૂમ બુક, બહારનાને નો એન્ટ્રી
આશ્રમ રોડ પરની 11 ફલોરની હયાત હોટલના 7 ફલોર બંને ટીમ માટે બુક કરી દેવામાં આવ્યા છે. જેમાં ફલોર નંબર - 1, 2, 7, 8, 9, 10 અને 11 નો સમાવેશ થાય છે. આ ફલોર ઉપર બંને ટીમના મેમ્બરો સિવાય બીજા કોઈના પણ આવવા જતા ઉપર પ્રતિબંધ રહેશે.
ટીમ સિવાય હોટલના સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટનો ઉપયોગ નહીં કરી શકે
હોટલનો સ્વિમિંગ પૂલ, જીમ, રેસ્ટોરન્ટ, ઈનડોર ગેમનો ઉપયોગ બંને ટીમના મેમ્બર સિવાય બીજું કોઈ કરી શકશે નહીં. ટીમના મેમ્બરો મેચ રમવા માટે સ્ટેડિયમમાં જશે અને મેચ પૂરી થતા સીધા સ્ટેડિયમથી હોટલ ઉપર આવી જશે. ટીમનો મેમ્બર ક્યાંય જઈ શકશે નહીં.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.