તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટરોની મોજ:હોટલના કિડ્સ ઝોનમાં પહોંચેલા પંત, ધવન અને રોહિતે ધમાચકડી મચાવી, બાળકોની સાઈકલ ચલાવી, એકબીજાને બોલ માર્યા

અમદાવાદએક મહિનો પહેલા
હોટલના કિડ્સ ઝોનમાં મસ્તી કરતા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની તસવીર
  • અમદાવાદની હોટલમાં રવિવારે મસ્તીના મૂડમાં જોવા મળ્યા ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો
  • ધવન, પંત અને રોહિત શર્માએ કિડ્સ ઝોનમાં ખૂબ મસ્તી કરી

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટની સીરીઝમાં 3-1થી કબજો કર્યો હતો. હાલમાં ક્રિકેટરો અમદાવાદની હયાત રેજન્સી હોટલમાં જ રોકાઈ છે. આ રવિવારે તમામ ક્રિકેટરો હળવા મૂડમાં જોવા મળ્યા હતા અને હોટલના કિડ્ઝ ઝોનમાં નાના છોકરા બની ગયા હતા. હોટલમાં મસ્તી કરતા ક્રિકેટરોનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.

કિડ્ઝ ઝોનમાં નાના બાળકો બન્યા ક્રિકેટર
આગામી 12 માર્ચે T-20 મેચ પણ શરૂ થઈ રહી છે તો T-20ની 5 મેચ પૂરી કરીને ટીમ અહીંયાથી રવાના થશે.ત્યારે આજે વિકેન્ડના ફરી સમયમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ હોટલના કિડઝ ઝોનમાં નાના બાળકોની જેમ રમતા અને મસ્તી કરતા નજરે પડ્યા.

શિખર ધવને મસ્તી કરતો વીડિયો પોસ્ટ કર્યો
ભારતીય ટીમના ઓપનર શિખર ધવને ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં શિખર ધવન, રોહિત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંત સહિતના ક્રિકેટરો હોટલના કિડ્ઝ ઝોનમાં બાળકોની જેમ રમતા તથા એક બીજા સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ચારેય ખેલાડીઓ રમકડાં જોઈને પોતે પણ નાના બાળક હોય તેમ એક બીજાને બોલ મારતા, નાની સાયકલ ચલાવતા અને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

અમદાવાદની હોટલમાં બોયોબબલમાં છે ટીમ ઈન્ડિયા
બાયો બબલને કારણે કોઈ પણ ખેલાડી હાલમાં કામ સિવાય હોટલની બહાર નીકળી શકે તેમ નથી. જેથી વીકેન્ડનો સમય તેમણે પરિવાર સાથે તથા આ રીતે મસ્તી કરીને પસાર કર્યો હતો. આ પહેલા ગઈકાલે ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થડે પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. જેની તસવીરો હવે સામે આવી રહી છે.

રિદ્ધિમાન સાહાના પુત્ર અન્વયનું બર્થડે સેલિબ્રેશન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝમાં જીત તથા રિદ્ધિમાન સાહાના પુત્ર અન્વયની પહેલી બર્થડે હોઈ ટીમ ઇન્ડિયાએ હોટલમાં જ ધમાકેદાર સેલિબ્રેશન કર્યું હતુ. રિદ્ધિમાન સાહા અને તેની પત્ની રોમી મિત્રાએ અન્વય માટે ચોકલેટ કેક બનાવડાવી હતી. ટીમના તમામ મેમ્બરે ભેગા મળીને આ બર્થડે કાપીને જીતનું સેલિબ્રેશન કર્યું હતું.

રિદ્ધિમાન સાહાના પુત્રનો જન્મદિવસ ઉજવી રહેલા ક્રિકેટરો
રિદ્ધિમાન સાહાના પુત્રનો જન્મદિવસ ઉજવી રહેલા ક્રિકેટરો

ટેસ્ટમાં જીત બાદ મસ્તીના મૂ઼ડમાં દેખાયા ક્રિકેટર્સ
ટીમ ઈન્ડિયાની જીતના સેલિબ્રેશન માટે હોટલ હયાત રેજન્સીએ અગાઉથી જ કેક તૈયાર કરી રાખી હતી. આ સેલિબ્રેશન હોટેલના રિસેપ્સન એરીયામાં કરવામાં આવ્યું હતું. સાથે આ સેલિબ્રેશન દરમિયાન તમામ લોકોએ સાથે જ ડીનર કર્યું હતું. સાથે ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.

ટી-20 સીરિઝને લઈને ખેલાડીઓ આતૂર
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓ અમદાવાદની હયાત રેજન્સી હોટેલમાં રોકાયા છે. ભારતીય ટીમની સાથે તેમનો પરિવાર પર હોટેલમાં છે. કોરોનાના ભયને જોતા બાયો બબલના કારણે ટીમના ખેલાડીઓ કે તેમના પરિવારના સદસ્યો હોટેલની બહાર જઈ શકે એમ નથી. ટેસ્ટ મેચોના આયોજન બાદ હવે અમદાવાદમાં હવે પાંચ ટી-20 સીરિઝનું 12 માર્ચથી આયોજન થવા જઈ રહ્યું છે. ટી-20 સીરિઝને લઈને લઈને ટીમ ઈન્ડિયા આતુરતાથી રાહ જોઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો