તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમમાં સફળતાની કહાણી:કોલેજની બહાર વડાપાંઉની લારી પર એકબીજાને ભણાવતા, આજે છે સફળ દંપતિ અને ઉદ્યોગસાહસી

અમદાવાદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલ.જે.માંથી ભણીને લવ મેરેજ કરી ચૂકેલા પાંચ કપલ વેલેન્ટાઈન્સ ડે સુધી શેર કરશે તેમના કોલેજકાળમાં પાંગરેલા પ્રેમની સફળતાની કહાણી

એક સમયે કોલેજની બહાર મળતા વડાપાંઉની લારી પર બેસીને ભણાવતા સમીર અને વિશાખા આજે પતિ પત્ની છે. આવા 5 એલ્યુમનાઈ કપલ વેલેન્ટાઈન ડે સુધી તેમની લવ સ્ટોરીના અનુભવો શેર કરશે. જેમાં પહેલા જ દિવસે એલ.જે. યુનિવર્સિટીમાં ભણીને જેમને પ્રેમ લગ્ન કર્યા છે તેવા એલ્યુમનાઈ કપલ સમીર દવે અને વિશાખા દવેએ તેમના પ્રેમભર્યા અનુભવો શેર કર્યા હતા. વર્ષો પછી પણ આ કપલના સબંધો આજે પણ અકબંધ છે. 1999ની એક સમયની બીબીએ બેચના વિદ્યાર્થીઓ સમીર દવે અને વિશાખા દવેના લગ્નને આજે 14 વર્ષ જેટલો સમય થયો છે. તેઓ સફળ આંત્રપ્રિન્યોર અને સારા હસબન્ડ વાઈફ છે.

LJ બાદ MBAમાં એક જ કોલેજ મળી, જોબ પણ એક જ બિલ્ડીંગમાં
હું સાયન્સ બેકગ્રાઉન્ડથી આવતો હતો જેથી મને ઈકોનોમિક્સ અને એકાઉન્ટ ભણાવવાની જવાબદારી વિશાખાએ લીધી. અમે રોજ કોલેજની બહાર વડાપાંઉની લારીએ બેસીને ભણતા. અમારું એક ગ્રુપ બની ગયું. પરંતુ અમારી મિત્રતા હતી એ સમયે પ્રેમ નહોતો. જ્યારે ત્રણ વર્ષ પુરા થયા ત્યારે એમબીએ માટે એક્ઝામ આપી. ત્યારે ખબર નહોતી કે એક જ કોલેજ મ‌ળશે. અમારા બન્નેના એડમિશન ચિમનભાઈ પટેલમાં એમબીએ માટે થયા. ત્યારે પણ મિત્રતા જ હતી. એમબીએ પૂરું થવાનું હતું એ પછી અમારા સબંધો ધીમે ધીમે પ્રેમમાં સરી પડવા લાગ્યા, પરંતુ પ્રેમનો એકરાર ન કર્યો. બે વર્ષ પરીક્ષા પૂરી થઈ તો બન્નેને જોબ મળી. જોબ પણ એક જ બિલ્ડીંગમાં મળી પરંતુ જોબ અલગ અલગ હતી. આ બીજીવાર હતું જેમાં નસીબ અમને મળાવી રહ્યું હતું. સમીર દવેએ કહ્યું. મેં તેને પ્રપોઝ કર્યું તેને એ જ સમયે હા પાડી. હું ગુજરાતી તે રાજસ્થાની જેથી બન્નેના ફેમિલી ના પાડતા હતા. તેમને મનાવવામાં 2 વર્ષ થયા. પરંતુ નક્કી હતું. લગ્ન તો કરીશું પરંતુ ફેમિલીની ઈચ્છાથી જ.

આ ચાર કપલ કોલેજ કોર્નરની પ્રેમ કહાનીઓ શેર કરશે

 • જયમિન-દિશા પટેલ (આજે દસ વાગે વર્ચ્યુઅલ ટૉક) : 2018ની બેચના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ. પહેલા લાઈફ પાર્ટનર બન્યા અને હવે બિઝનેસ પાર્ટનર છે. 5 વર્ષના રીલેશન પછી બન્નેએ લગ્ન કર્યા.
 • કૃણાલ-નિર્ઝરી મહેતાની (14 ફેબ્રુઆરીએ થશે ટૉક) : 2006માં પ્રેમ થયો અને 2008માં લગ્ન કર્યા. નિર્ઝરી મહેતા કૃણાલ કરતા એક વર્ષ પાછળ હતી. આજે તેમને એક સંતાન છે.
 • જય-અનુજા પટેલ: (12 ફેબ્રુઆરી ટૉક) જયે પાર્કિંગમાં અનુજાને બધાની વચ્ચે પ્રપોઝ કર્યું અને બન્નેની મિત્રતા પ્રેમમાં પરીણમી. 2010માં મળ્યા અને 2014માં બન્નેએ લગ્ન કર્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો