કોરોના ઈફેક્ટ:શિક્ષકો હવે 1થી 8ના વિદ્યાર્થીઓને ઘરે પુસ્તક પહોંચાડશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દરેક ધોરણના વિદ્યાર્થીને જૂન મહિનામાં એક પુસ્તક અપાશે

જૂનમાં વિદ્યાર્થીઓ ઘેર બેઠા અભ્યાસ કરે તે માટે જીસીઇઆરટીએ વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલા પુસ્તરનું પ્રિન્ટિંગ સ્થાનિક કક્ષાએ કરવાની સૂચના આપી છે. દરેક ધોરણના વિદ્યાર્થીને જૂન મહિનામાં એક પુસ્તક અપાશે. વિદ્યાર્થીને પુસ્તક પહોંચાડવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ છે. જેથી શિક્ષકોમાં અત્યારથી વિરોધ જોવા મળી રહ્યો છે. ઘેર ઘેર સરવે દરમિયાન શિક્ષકો કોરોનાનો ચેપ લાગતા નારાજ છે.
વિદ્યાર્થીઓ ઘેર બેઠા જ અભ્યાસ કરી શકે તેવું મટીરિયલ અપાયું
જીસીઇઆરટીએ દરેક શાસનાધિકારીઓ, ડીપીઓ અને જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરને સાહિત્ય બાળકો સુધી પંહોચે તે નક્કી કરવાની જવાબદારી સોંપી છે. સાથે જ સાહિત્યની ફોટો કોપી નહીં પરંતુ પુસ્તક સ્વરૂપે તૈયાર કરીને વિદ્યાર્થીને પહોંચાડવા જણાવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ઘેર બેઠા જ અભ્યાસ કરી શકે તેવું મટીરિયલ અપાયું છે. 

અન્ય સમાચારો પણ છે...