તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો વિકલ્પ:ઇન્ટરનેટના અભાવે ઓનલાઈન શિક્ષણથી વંચિત રહેતા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષકો ઘરે જઈને ભણાવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ટીવીની સુવિધાના અભાવે ઘણાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશન મળતું નથી, તેથી અમદાવાદ મ્યુનિ.સ્કૂલના શિક્ષકોએ આ બાળકોને ઘરે જઈને અભ્યાસ કરાવવાનો નવો અભિગમ શરૂ કર્યો છે.

મ્યુનિ.સંચાલિત સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પર કરાયેલા સરવેમાં જણાયું હતું કે, 200થી વધુ વિદ્યાર્થીઓના વાલી પાસે સ્માર્ટફોન ન હોવાથી તેમના બાળકો ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકતા નથી. ઘણાં વાલીઓ નોકરી-ધંધાર્થે બહાર રહેતા હોવાથી બાળકોને સ્માર્ટફોન આપી શકતા નથી તેથી અને ઘણાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશન સમજાતું ન હોવાથી વાલીઓની ફરિયાદથી શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવાનું બીડું ઝડપ્યું છે. શિક્ષકો દરરોજ વિદ્યાર્થીઓને ફોન પર પૂછે છે કે કયા મુદ્દા ન સમજાયા, મુદ્દા જાણ્યા બાદ શિક્ષકો વિદ્યાર્થીના ઘરે જઇને ભણાવે છે.

ધો.3થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરાવાય છે
ધો. 3થી 8ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષકો ઘરે જઇને અભ્યાસ કરાવે છે. જેથી બાળકોને અભ્યાસમાં મુશ્કેલી ના પડે. શિક્ષકો બાળકોને સ્કૂલે બોલાવતા નથી, પરંતુ બાળકોને ઘરે જઇ તેમની મૂંઝવણોનું સમાધાન કરે છે. - ધિરેન્દ્રસિંહ તોમર, ચેરમેન-નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...