નવતર પ્રયોગ:59 કોલેજના 6 હજારથી વધુ વિદ્યાર્થીની ઓનલાઈન મૌખિક પરીક્ષા લેનારી ટીચર્સ યુનિવર્સિટી રાજ્યમાં પ્રથમ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાને લીધે અન્ય યુનિવર્સિટી પરીક્ષા રદ કરી રહી છે ત્યારે નવો પ્રયોગ હાથ ધર્યો

કોરોનાના દિન પ્રતિદિન વધી રહેલા કેસોની વચ્ચે આઈઆઈટીઈ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન)એ નવતર પરીક્ષાલક્ષી પ્રયોગ હાથ ધર્યો છે. ગાંધીનગર સ્થિત આઈઆઈટીએ તેની સાથે સંકળાયેલી 30 જિલ્લાની 59 બીએડ કોલેજોના આશરે 6000 વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાના બદલે ઓનલાઈન મૌખિક પરીક્ષા હાથ ધરી છે. કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે મોટાભાગની યુનિવર્સિટીઓએ હાલમાં પરીક્ષા સ્થગિત કરી દીધી છે, તેવામાં ઉચ્ચ સત્તાવાળાનો દાવો છે આ ઓનલાઈન પરીક્ષાના કારણે બીએડ કોર્સમાં અભ્યાસ કરી રહેલા ભાવિ શિક્ષકોનંુ સચોટ મૂલ્યાંકન થશે. વિશેષ કરીને તાલીમાર્થી શિક્ષક બનવા માટે જરૂરી પ્રેઝન્ટેશન સ્કીલની પણ ચકાસણી કરી શકાશે.

અલબત્ત આ ઓનલાઈન પરીક્ષા બાબતે કેટલીક બીએડ કોલેજોએ કુલપતિ ડો. હર્ષદ પટેલની સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી પરીક્ષા રદ કરવાની માંગણી કરી હતી. રાજ્યમાં સૌ પ્રથમ વાર ઓનલાઈન મૌખિક ટેસ્ટ લેનારી ટીચર્સ યુનિવર્સિટી બની હોવાનો યુનિવર્સિટી સત્તાવાળાઓએ દાવો કર્યો છે.

ટીચર્સ યુનિવર્સિટી સાથે સંકળાયે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના 30 જિલ્લામાં 59 બીએડ કોલેજો આવેલી છે. આ બીએડ કોલેજો અને ગાંધીનગર સ્થિત ટીચર્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બીએડ કોર્સના આશરે 6000 વિદ્યાર્થીઓને માટે 20 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન હાથ ધરાયું છે.

કુલ 70 માર્કની પરીક્ષામાં 5 પ્રશ્નો પૂછવામાં આવે છે
સામાન્ય રીતે ઓનલાઈન એક્ઝામના આયોજન માટે એજન્સીની મદદ લેવામાં આવે છે, પરંતુ ટીચર્સ યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગે આત્મ નિર્ભરતા સાથે આઈટી વિભાગ, ટીચિંગ સ્ટાફના સહયોગથી ગૂગલ મીટ પર ઓનલાઈન મૌખિક પરીક્ષાનું આયોજન હાથ ધરાયુ છે. પ્રતિ દિવસ સવારે 9થી બપોરે 3.30 સુધી પરીક્ષા લેવાય છે. કુલ 70 માર્કસની પરીક્ષામાં કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે, જ્યારે પરીક્ષા લેનારા બે એક્ઝામિનર હોય છે. પરીક્ષાનુ રેકોર્ડિંગ થાય છે. બીએસસી બીએડ, બીએ બીએડ, બીએડ એમએડ, એમએડ, એમએ એમએડ, એમએસસી એમએડ સહિતના કોર્સના 154 વિષયોના 6000 વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષાનુ આયોજન હાથ ધરાયુ છે. આ ઓનલાઈન પરીક્ષાને કોરોના કાળમાં પણ સાનુકૂળ પ્રતિસાદ સાંપડયો છે.

કુલ 154 વિષય
બીએડ કોલેજોમાં ભણાવાતા વિવિધ બીએડ અને એમએડ કોર્સના 154 વિષયોના વિદ્યાર્થીઓની ઓનલાઈન ટેસ્ટ રખાઈ છે. જેમાં 10 રાજ્યોના 50 વિદ્યાર્થીઓ સહિત કુલ 6000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે નોંધાયા છે. આઈટી વિભાગ અને ટીચર્સ યુનિવર્સિટીએ સ્વતંત્ર રીતે આ પ્રકારે ઓનલાઈન પરીક્ષાનુ આયોજન હાથ ધર્યુ છે. - ડો. હર્ષદ પટેલ, કુલપતિ, આઈઆઈટીઈ

અન્ય સમાચારો પણ છે...