તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:ફિક્સ પગાર અને શિક્ષણ સહાયકોની બદલીને લગતાં પ્રશ્નો મુદ્દે શિક્ષકો ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું હતું. - Divya Bhaskar
સોશિયલ મીડિયામાં શિક્ષકોએ આંદોલન શરૂ કર્યું હતું.
  • ઉપવાસની મંજુરી નહીં મળે તો સમગ્ર રાજ્યના શિક્ષકો 'કેસરી પટ્ટી' ધારણ કરી હકારાત્મક અભિગમ સાથે શિક્ષણ કાર્ય કરશે.
  • શિક્ષકો પોતાના નિવાસસ્થાન કે યોગ્ય જગ્યાએ ઘંટનાદ, રામધૂન તથા હનુમાન ચાલીસાનું પઠન કરશે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત માધ્યમિક સંવર્ગની રાજ્ય કારોબારીમાં લેવાયેલા નિર્ણય મુજબ માધ્યમિક સંવર્ગના પડતર પ્રશ્નો ન ઉકેલાતા આગામી તારીખ 13 થી 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસની મંજુરી માંગી છે. આ મંજૂરી મળતાં સમગ્ર રાજ્યમાંથી પ્રતિદિન 50 શિક્ષકો સત્યાગ્રહ છાવણી પર પ્રતિક ઉપવાસ કરશે. પ્રશાસન દ્વારા પ્રતિક ઉપવાસની મંજૂરી ન મળવાના સંજોગોમાં ઉપરોક્ત તારીખ દરમિયાન સમગ્ર રાજ્યના શિક્ષકો 'કેસરી પટ્ટી' ધારણ કરી હકારાત્મક અભિગમ સાથે શિક્ષણ કાર્ય કરશે.

શિક્ષકો રામધૂન અને હનુમાન ચાલીસાનું પઠન કરશે
તારીખ 16થી 18 સપ્ટેમ્બર 2021 દરમિયાન શાળા સમય પહેલાં કે શાળા સમય બાદ કૉવિડ લાઈનનું સંપૂર્ણ પાલન કરી સમગ્ર રાજ્યના વિવિધ ગામ,શહેર તથા મહાનગરોમાં મુકેલ મહાનુભાવોની પ્રતિમાની આસપાસના વિસ્તારને સફાઈ કરી સ્વચ્છ કરશે તથા મહાનુભાવની પ્રતિમાને ફુલહાર અર્પણ કરશે. જ્યારે 19 થી 21 સપ્ટેમ્બર 2021ના રોજ સમગ્ર રાજ્યના શિક્ષકો તથા શિક્ષકોના પરિવાર પોતાના નિવાસસ્થાન કે યોગ્ય જગ્યાએ ઘંટનાદ, રામધૂન તથા હનુમાન ચાલીસા પાઠનું પઠન કરી પોતાની માંગ પ્રબળ બનાવશે. ઘંટનાદ, રામધૂન તથા હનુમાન ચાલીસા પઠનના ફોટા તથા વીડિયો બનાવી શિસ્તબદ્ધ રીતે સોશિયલ મીડિયા પર મૂકી સરકાર દ્વારા આપવામાં આવેલ બાંહેધરીનું પાલન કરવાની યાદ અપાવશે.

ગ્રાન્ટેડ તથા સરકારી શાળાના પ્રશ્નો લાંબા સમયથી સરકારમાં પડતર છે. શિક્ષણ સહાયકોની ફ્ક્સિ પગારની પાંચ વર્ષની સળંગ નોકરી, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ, સાતમા પગારપંચના બાકી હપ્તા, જૂના શિક્ષકની ભરતી, આચાર્યની ભરતી બાદ 05-01-65 ના ઠરાવ અનુસાર જુના નવા સર્વેને એક ઇજાફે, જૂની પેન્શન યોજનાનો અમલ, નીતિવિષયક નિર્ણયો માં શિક્ષણ સહાયકોને બદલીનો લાભ, ફ્ક્સિ પગાર વધારાનો તફવત, સહાયકોને પ્રથમ દિવસથી જ સુરક્ષાચક્ર જેવા પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ સોશિયલ મીડિયામાં અસરકારક રીતે આંદોલન ચાલી રહ્યું છે.

સરકારે આપેલી બાંહેધરીનો ઉકેલ નથી આવ્યો
આ અગાઉ તારીખ 1 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ 2021 દરમિયાન સોશિયલ મીડિયામાં ચલાવેલા જલદ આંદોલન અન્વયે 30 હજારથી વધુ ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલ. જે અન્વયે 9 ઓગસ્ટના રોજ પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવેલ. જેનો આજ દિવસ સુધી ઉકેલ આવેલ નથી. ત્યારબાદ સમગ્ર ગુજરાત રાજ્યના સાંસદસભ્ય, ધારાસભ્ય તથા શાસક પક્ષના પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લઇ નાણાં વિભાગના પ્રશ્નો સત્વરે ઉકેલવા સમર્થન-ભલામણ પત્ર મેળવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી 35 થી વધુ સમર્થન-ભલામણ પત્રો આજદિન સુધી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતને મળેલ છે.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે શિક્ષકોની લડતને સમર્થન
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત શિક્ષકોના પ્રશ્નોના ઉકેલ માટે આપેલ ઉપરોક્ત લડત કાર્યક્રમમાં ગ્રાન્ટેડ શાળાઓના વિવિધ સંગઠનોને જોડાવવા તથા સમર્થન આપવા આહ્વાન કરે છે. શિક્ષક એકતા તથા શિક્ષકોના પ્રશ્નો અગત્યના છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે લડતું આવ્યું છે અને હંમેશા અડગ રીતે લડતું રહેશે. ગ્રાન્ટેડ શાળાના વિવિધ સંગઠન સાથે શિક્ષક એકતા દર્શાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું મન ખુલ્લું છે.

અન્ય સમાચારો પણ છે...