જાહેરાત:વિદ્યાર્થીના 6 વર્ષ સુધીના ભાઈ-બહેનનું વજન નોંધવા શિક્ષકોએ સ્કૂલમાં કાંટો રાખવો પડશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવે શાળામાં આવતા વિદ્યાર્થીઓના નાના ભાઇ-બહેન કે જેઓ 1થી 6 વર્ષની ઉંમરના છે તેમના યોગ્ય વજનનું ધ્યાન પણ શાળાના શિક્ષકો અને આચાર્યે રાખવાનું રહેશે. પોતાના વિસ્તારના નાના બાળકોના યોગ્ય વજન માટે શાળાએ ખાત્રી આપવી પડશે. શાળાના શિક્ષકોએ આવા બાળકોનું વજન કરવા માટે શાળામાં વજન કાંટો રાખવો પડશે. ઉપરાંત 8થી 14 જાન્યુઆરી દરમિયાન સ્વાસ્થ્ય બાલ-બાલિકા સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે.

શિક્ષણ નિયામક ગાંધીનગરની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, દરેક સ્કૂલે તેમને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નાના ભાઇ-બહેન કે, જેઓ 1થી 6 વર્ષની ઉંમરના હોય તેમનું વજન યોગ્ય છે કે નહીં તેની ખાત્રી આપવાની રહેશે. 1થી 6 વર્ષના બાળકોના વજનની ચર્ચા શાળા વ્યવસ્થાપન કમિટીની વિશેષ બેઠકમાં કરાશે. બાળકોમાં પોષકતત્ત્વની ઉણપ અંગે ચર્ચાઓ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...