ધો.10ના સ્ટાન્ડર્ડ ગણિતના પેપરમાં પ્રશ્ન નંબર 21માં આકૃતિ ઉપરથી પૂછવામાં આવેલા એક ગુણના જવાબને લઇને વિવાદ થયો છે. બોર્ડે આપેલી આન્સર કીમાં પહેલા આ પ્રશ્નનો જવાબ ત્રણ હતો. સંખ્યાબંધ પેપર પેપર તપાસાયા બાદ આન્સર કીમાં ફેરફાર કરી જવાબ 2 કરાતા શિક્ષકોએ પેપર ફરી જોવા પડ્યા હતા.
ધો.10ના સ્ટાન્ડર્ડ ગણિતના પેપર રાજ્યના ત્રણ સેન્ટરો પર તપાસવાનું કામ ચાલી રહ્યું છે. ધો.10ના ગણિત સ્ટાન્ડર્ડના પેપરમાં એક પ્રશ્નને લઇને શિક્ષકોમાં મતમતાંતર હતો. અમુક શિક્ષકોની બોર્ડમાં રજૂઆત બાદ બોર્ડે આન્સર કીમાં ફેરફાર કરવાનો પરિપત્ર કર્યો હતો. પરંતુ ઘણા શિક્ષકો દ્વારા બોર્ડે લીધેલા નિર્ણય સામે પણ વિરોધ જોવા મળ્યો હતો. આ સમગ્ર મુદ્દે ધો.10ના પરીક્ષા સચિવનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.
આ પદ્ધતિ પ્રમાણે શિક્ષકોએ તર્ક રજૂ કર્યો
શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, પ્રશ્નમાં આલેખ એક્સ અક્ષને છેદે છે, તેને શૂન્ય કહેવાય. ધો.10ના પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિમાં એકપણ આલેખમાં ‘તીર’ મારેલ નથી. માટે દેખીતી રીતે જવાબ 2 આવે. પરંતુ તીર મારવામાં આવે તેનો મતલબ એ થાય કે તે અનંત સુધી જતું હોય. તેથી આ પ્રશ્ન વિદ્યાર્થીઓનું ધો.9નું પૂર્વધારણા રેખાની માહિતી જોડીને વિદ્યાર્થીઓના કૌશ્યલ્યની કસોટી કરતો પ્રશ્ન હતો. પરંતુ બોર્ડે પાઠ્યપુસ્તકને ધ્યાને લીધું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.