શિક્ષકોનું ઓનલાઈન આંદોલન:જૂની પેન્શન યોજના,ગ્રેડ પે,સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નોને લઈ શિક્ષકો સોશિયલ મીડિયામાં સક્રિય થયા

અમદાવાદએક મહિનો પહેલા

રાજ્યભરના શિક્ષકો આજથી પેન્શન સહિતના અલગ અલગ પડતર પ્રશ્નોને લઈને આંદોલન શરુ કરવા જઈ રહ્યા છે ત્યારે ગત મોડી રાતથી જ શિક્ષકોનું સોશિયલ મીડિયા પર ડિજિટલ આંદોલન શરૂ થઈ ગયું છે.શિક્ષકો દ્વારા પોતાનાં સ્ટેટ્સ અને પ્રોફાઈલ ફોટોમાં પોતાના ફોટા સાથે જૂની પેન્શન યોજના લખીને માંગણી કરી છે.જોકે આજે દિવસ દરમિયાન અલગ અલગ યુનિયનના કર્મચારીઓ કલેકટર ઓફિસે જઈને આવેદન આપવાના છે.

સોશિયલ મીડિયામાં પેન્શન યોજનાના નામે પોસ્ટ મૂકી
ચૂંટણી પહેલા જ શિક્ષકોનું જૂની પેન્શન યોજના,ગ્રેડ પે તથા સાતમા પગાર પંચના લાભો સહિતના પ્રશ્નોને લઈને આજથી આંદોલન શરૂ થવાનું છે. જેમાં પ્રથમ તબક્કામાં જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી રજુઆત પહોંચાડવાના છે ત્યારે આજે કાર્યક્રમ પહેલા શિક્ષકો પોતાના વૉટસએપ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોટા સસ્થે હર ઘર પેન્શન અભિયાન અને મારો તથા મારા પરિવારનો મત જૂની પેન્શન યોજનાના નામે લખીને પોસ્ટ મૂકી રહ્યા છે.

ચૂંટણીને ધ્યાને લઈ શિક્ષકોએ સરકાર સામે બાંયો ચઢાવી
ડિજિટલ આંદોલનમાં પણ અનેક શિક્ષકો જોડાયા છે અને ચૂંટણીને ધ્યાને રાખીને જ સીધી સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે. આજે જિલ્લા કક્ષાએ આવેદન પત્ર આપવામાં આવશે જે બાદ શિક્ષકો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરશે.કાળી પટ્ટી બાંધીને શિક્ષણકાર્ય પણ કરાવશે.વિરોધ થયા છતાં સરકાર કોઈ નિર્ણય નહિ કરે તો શિક્ષકો પેન ડાઉન કરીને સરકાર સામે આંદોલન કરશે.જોકે ચૂંટણી પહેલા જ આ રીતે મોટી સંખ્યામાં શિક્ષકો આંદોલન કરશે જેનાથી સરકાર પર પણ એમ દબાણ ઉભું થશે.

અન્ય સમાચારો પણ છે...