સરકારી આદેશ:ખાદીને પ્રોત્સાહન આપવા હવે શિક્ષકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ ખાદી ખરીદશે

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાદીની ફાઈલ તસવીર - Divya Bhaskar
ખાદીની ફાઈલ તસવીર
  • 25મી ઓક્ટોબરે રાજ્યમાં સામુહિક રીતે ખાદીની ખરીદી કરાશે

ખાદીને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો અને વિભાગના કર્મચારીઓને ખાદી કરવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઇ હતી, જેમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા હતા.

25 ઓક્ટોબરે સામુહિક ખાદી ખરીદાશે
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાત મંદ લોકોને રોજગારી મળી રહે અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય એ માટે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ આગામી 25મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરશે. ખાનગી સંસ્થાના અધિકારી-કર્મચારીઓને પણ આ દિવસે ખાદી ખરીદવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે ઉમેર્યુ કે, ઇન્ડીયા ટુડે ગ્રુપ વર્ષ 2015થી વાર્ષિક સફાઇગીરી પુરસ્કાર આપવાનું આયોજન કરે છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપીને પોતાની ઓળખ બનાવનાર અનેક લોકોને શ્રેણીબદ્ધ એવોર્ડ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે ઇન્ડીયા ટુડે હેલ્થગીરી એવોર્ડ ગુજરાતને એનાયત કરાયો છે. આ એવોર્ડ ઇન્ડીયા ટુડે સફાઇગીરી એવોર્ડનું પુનઃજન્મ સ્વરૂપ છે. તેમણે આ એવોર્ડ બદલ સૌ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.