તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Teachers, 14 Colleges Of GTU Were Given Notice For Non recruitment Of Permanent Principals, 25 Per Cent Cut Of Seats And A Fine Of Rs 5 Lakh Was Also Imposed.

આદેશની અવગણના કરતા કાર્યવાહી:અધ્યાપકો-કાયમી પ્રિન્સિપાલની ભરતી ન થતાં GTUએ 14 કોલેજને નોટિસ આપી, 25 ટકા બેઠકોના કાપ સાથે પાંચ લાખનો દંડ પણ કરાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મુકાયો
  • એમઈ અને એમબીએની કોલેજને વારંવાર આદેશ આપવા છતાં ભરતી કરાતી ન હતી

જીટીયુએ અમદાવાદ સહિતની રાજ્યમાં આવેલી એમઈ, એમબીએની 14 કોલેજોમાં અપૂરતા અધ્યાપકો હોવાથી તેમજ કાયમી પ્રિન્સિપાલની ભરતી ન કરી હોવાથી નોટિસ ફટકારી છે. સાથે જ આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મૂક્યો છે. જે કોલેજો ચાર મહિનામાં નિયત ધારાધોરણ મુજબ શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની બાંહેધરી આપે અને કોલેજો પાંચ લાખનો દંડ ભરશે તો તેમની બેઠકોમાં કાપ મૂકવાનો નિર્ણય પાછો ખેંચવામાં આવશે.

આદેશની અવગણના કરતા કાર્યવાહી કરી
જીટીયુએ ગત ફેબ્રુઆરીમાં આ કોલેજોને નિયત ધારા ધોરણ મુજબ અધ્યાપકો અને કાયમી પ્રિન્સિપાલની ભરતી કરવા માટેનો લેખિતમાં આદેશ આપ્યો હતો. તેમ છતાં આ કોલેજોએ જીટીયુના આદેશની ધરાહર અવગણના કરી હતી. જે અંતર્ગત અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ક્ચ્છમાં આવેલી એમઈની સાત અને એમબીએની સુરત, રાજકોટ, આણંદ, કલોલ, હિંમતનગરમાં આવેલી સાત મળીને કુલ 14 જેટલી કોલેજોની સામે જીટીયુએ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.

ભરતી ન કરાતા કોલેજોની સામે કડક કાર્યવાહી : કુલપતિ
વિદ્યાર્થીઓને રોજગારીની તકો પૂરી પાડતી ટેકનિકલ કોર્સનું પ્રશિક્ષણ આપતી કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તામાં દિન પ્રતિદિન વધારો થાય તે માટે જીટીયુ સતત પ્રયત્નશીલ છે. આ કવાયતના ભાગરૂપે જીટીયુએ ડિપ્લોમા, એમઈ, એમબીએની કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે વારંવાર તાકીદ કરી કરવામાં આવી હતી. તેમ છતાં આ કોલેજ, સંસ્થાઓ ભરતી ન કરતા હોવાતી તેમની સામે આ કડક કાર્યવાહી કરાઈ છે. - ડો. નવી ન શેઠ, કુલપતિ, જીટીયુ

10થી વધુ ડિપ્લોમા કોલેજોની 500 બેઠકો ઘટાડવામાં આવી
જીટીયુએ અગાઉ રાજ્યભરમાં આવેલી 10થી વધુ ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં અપૂરતા શૈક્ષણિક સ્ટાફના મુદ્દે નોટિસ ફટકારી હતી. તેમ છતાં ભરતી ન કરાતા આ સંસ્થાઓમાં 25 ટકા બેઠકોના કાપના હિસાબે 500 જેટલી બેઠકો પણ ઘટાડવામાં આવી હતી. જે ડિપ્લોમા ઈજનેરી કોલેજોને નોટીસ ફટકારવામાં આવી હતી તેમાં મુખ્યત્વે જૂનાગઢ, મહેસાણા, વડોદરા, સુરત, સાબરકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં આવેલી કોલેજોનો સમાવેશ થાય છે.