ડ્રગ્સ ડીલરની ધરપકડ:અમદાવાદમાં શિવરંજની પાસે ચાની કીટલીવાળો પેડલરને ડ્રગ્સ સપ્લાય કરવા લાગ્યો, ક્રાઈમ બ્રાન્ચે બેને દબોચ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી
  • ચાની કીટલીવાળા શખસોએ રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવ્યું હતું
  • બંને પાસેથી અમદાવાદના પેડલર ડ્રગ્સ ખરીદતા હતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડા સમય પહેલા પાથરણાંવાળાને ડ્રગ્સ વેચતા પકડ્યો હતો, ત્યારે હવે શિવરંજની પાસે ચાની કીટલીવાળો ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. ખૂબ જ ચોંકાવનારી બાબત એ છે કે, આરોપીઓ પાસેથી અનેક માસૂમ યુવાનો ડ્રગ્સ ખરીદી કરતા હતા.

અમદાવાદનું યુવાઘન ડ્રગ્સના રવાડે
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી પી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોપી પહેલા ચાની કીટલી ધરાવતો હતો. તેણે રાજસ્થાનથી ડ્રગ્સ મગાવ્યું હતું અને અમદાવાદના ડ્રગ્સ પેડલર તેમની પાસે ડ્રગ્સ ખરીદતા હતા. જે ડ્રગ્સ અમદાવાદના યુવાનો સુધી પહોંચતું હતું. હાલ આ કેસમાં ખૂટતી કડી શોધવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આરોપીઓ પાસેથી 400 ગ્રામ મેફેડ્રિન ડ્રગ્સ મળ્યું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એસ જી દેસાઈની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરમાં બે ભાઇઓ ડ્રગ્સ પેડલરને ડ્રગ્સ સપ્લાય કરે છે. જે બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચે ડાહ્યા પાટીદાર અને મોહન પાટીદારની ધરપકડ કરી છે. તેમની પાસેથી 400 ગ્રામ જેટલું મેફેડ્રિન ડ્રગ્સ મળી આવ્યું હતું.

શહેરમાં વારંવાર ડ્રગ્સ ડીલર અને પેડલર પડકાય છે
અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર કેવી રીતે ફૂલીફાલી રહ્યો છે કે ના તેના પર અંકુશ છે ના તેને બંધ કરી શકાય છે. વારે ઘડીએ કોઈને કોઈ ડ્રગ્સ ડીલર કે પેડલર પકડાય છે અને પોલીસ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે. હવે ડ્રગ્સના આકાઓએ નાના લોકોને ડ્રગ્સ ડીલર બનાવી દીધા છે

અન્ય સમાચારો પણ છે...