તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીબીડીટીએ તાજેતરમાં પગારદાર કરદાતાઓ માટેની ટેક્સ કપાતની માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. જેમાં પગારદાર કરદાતાઓના ટીડીએસમાં કરવામાં આવેલ ઘટાડા પછી કેટલીક મૂંઝવણ હતી તેની સ્પષ્ટતા કરવામાં આવી છે.
85 પાનાનો પરિપત્ર જાહેર કર્યો
સીબીડીટીએ પગારદાર કરદાતાઓને 2020-21ના નાણાકીય વર્ષ માટે માલિક તરફથી કપાત કરવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્ર સરકારે 20 મે 2020ના રોજ લાગુ પડતા ટીડીએસના દરોમાં ઘટાડો કર્યો હતો. જેને લઇને પગારદાર કરદાતાઓમાં ટીડીએસના દરોમાં કેટલો ઘટાડો થયો તેની મૂંઝવણ હતી. જેની સ્પષ્ટતા કરતા સીબીડીટીએ 85 પાનાનો પરિપત્ર કર્યો છે. તે મુજબ જે કરદાતાનો વાર્ષિક પગાર રૂ. 2.50 લાખથી નીચે હોય તેમને ટીડીએસ નહીં લાગે. પણ જેનો વાર્ષિક પગાર રૂ. 2.50 લાખથી વધુ અને રૂ. 5 લાખથી ઓછો હશે તો 5 ટકા લેખે ટીડીએસ કપાશે. જે કરદાતાનો પગાર રૂ. 5 લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધી હશે તો રૂ. 12,500 ઉપરાંત 20 ટકા ટેક્સ કપાત કરવાનો રહેશે.
વિવિધ પ્રશ્નોની સ્પષ્ટતા કરવામાં આવી
ટેક્સની કરકપાત કરતી વખતે ટેક્સની કઇ રીતે ગણતરી કરવી તેમજ પગારના કયા ભથ્થાં પર કેટલો ટેક્સ કપાશે, જૂના વર્ષનો પગાર મળ્યો હોય તો કેટલો ટેક્સ કપાશે, ટેક્સ પરની કરકપાતની ગણતરી કરવાની તેમજ પગારદાર કરદાતાને હાઉસ પ્રોપર્ટી પર થતી આવક પર ટેક્સ કેવી રીતે ગણવો તેમજ પગારદાર કરદાતાને વિદેશી પગાર મળતો હોય તો તેની ગણતરી કરવી તેવા પ્રશ્નોની ઉદાહરણ સાથે વિગતવાર સ્પષ્ટતા કરાઇ છે. જેથી પગારદાર કરદાતાના પગારમાંથી ખોટી રીતે ટીડીપીએસની કપાત ન થાય તેમજ હાથ પર વધુ પગાર મળી રહે તે માટે સીબીડીટી તરફથી જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.