પૈસા અને સમયનો બગાડ!:TCSએ સોફ્ટવેરના સોર્સ કોડ ન આપ્યા, AMCના તમામ વિભાગના નવેસરથી સોફ્ટવેર બનાવવા પડે તેવી સ્થિતિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર - Divya Bhaskar
AMCની મુખ્ય ઓફિસની ફાઈલ તસવીર
  • AMCએ નાગરિકોના ડેટાબેઝ રાખવા માઈક્રોટેક કંપની સાથે નવો કરાર કર્યો
  • તમામ વિભાગ માટે નવું સોફ્ટવેર બનાવતા અઢી વર્ષ લાગી શકે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોનો જે ડેટા રાખવામાં આવ્યો છે. તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ-ગર્વનન્સ વિભાગ દ્વારા ટેક્સ, નાણાં સહિત તમામ વિભાગોના મહત્ત્વના ડેટાબેઝ જે સોફ્ટવેર મારફતે થાય છે, તે સોફ્ટવેરના સોર્સ કોડ ટીસીએસ ફ્રેમવર્ક આઇપી રાઇટ્સના નામે નહીં આપવાનું TCS કંપનીને જણાવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ કોડ હવે તમામ વિભાગો માટેના સોફ્ટવેર નવેસરથી ડેવલપ કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. TCSની જગ્યાએ માઈક્રોટેક કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, જેમાં હવે સોર્સ કોડ ન આપતા વધુ રકમ ચુકવવામાં આવશે અને સમય વધારવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અગાઉ TCS કંપની સાથે કરેલા કરારમાં રહી ગયેલી ક્ષતિઓને કારણે હવે કોર્પોરેશનને નવા કોન્ટ્રાક્ટર પાસે નવેસરથી સોફટવેર ડેવલપ કરાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. 16 જુન 2021ના રોજ TCS કંપનીનો કોન્ટ્રાકટ પૂરો થતાં નવેસરથી ટેન્ડર બહાર પાડી માઇક્રોટેક આઇટી સીસ્ટમસ પ્રાઇવેટ લિમિટેડને કામ સોંપવાનો ઠરાવ કર્યો હતો. TCS કંપનીને સિસ્ટમ હેન્ડ ઓવર કરવા માટે 21મી જુલાઇ 2021ના રોજ લીગલ નોટિસ આપી હતી. જે સામે TCS કંપનીએ ઇમેઇલથી સ્પષ્ટતા કરી હતી કે, તેઓ માત્ર એક્સિક્યુટેબલ કોડ આપી શકે છે. પણ સોર્સ કોડ તેમના આઇપી રાઇટ્સ છે માટે તે શેર કરશે નહીં.

જે બાદ માઇક્રોટેકને પ્રોજેક્ટ હેન્ડઓવર કરવાની પ્રક્રિયા હાથ ધરતાં માઇક્રોટેક સાથે નવેસરથી એમઓયુ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી માઇક્રોટેક ફરીથી સોફ્ટવેર મોડ્યુલ ડેવલપ કરશે. બીજી તરફ જો નવેસરથી સોફ્ટવેર મોડ્યુલ બનાવાય તો અઢી વર્ષ જેટલો સમય લાગે તેમ છે. આ સમય દરમ્યાન ટીસીએસને એક્સટેન્શન આપવું પડે તેનો ખર્ચ 10 કરોડ જેટલો થવાની શક્યતા છે. જેથી માઇક્રોટેક હાલના સોફ્ટવેરનો ઉપયોગ કરીને કામ કરી દરમ્યાન નવું સોફ્ટવેર ડેવલપ કરે તેવા કરાર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...