હાલાકી:સમયસર પ્રોસેસ ન થતાં કરદાતાને આઈટી રિફંડ બે મહિના મોડું મળશે, કરદાતાને છેલ્લા એક વર્ષથી રિફંડ મળ્યાં નથી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીબીડીટીએ રિફંડની મુદત વધારતા રિફંડ સપ્ટેમ્બરના બદલે હવે નવેમ્બરમાં મળશે

તાજેતરમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરદાતાઓને આપવાના થતાં રિફંડની મુદતમાં વધારો કર્યો છે. આ રિફંડ તાજેતરની 30 સપ્ટેમ્બરના રોજ આપવાના હતા પરંતુ અધિકારીઓ દ્વારા સમયસર પ્રોસેસ કરવામાં નહીં આવતા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. આ મુદતમાં વધારો કરીને હવે 30 નવેમ્બર કરવામાં આવી છે. કરદાતાને છેલ્લા એક વર્ષથી રિફંડ મળ્યા નથી.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં અધિકારીઓ દ્વારા 2019-20ના ઇન્કમટેક્સ રિટર્ન અને તેમાં આપવાના થતા રિફંડની મુદતમાં વધારો કરીને તા. 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે. સામાન્ય રીતે રિટર્ન ફાઇલ કર્યાના એક વર્ષમાં રિફંડ કરદાતાને આપી દેવાના હોય છે. તેમ છતાં છેલ્લા એક વર્ષથી કરદાતાને રિફંડ મળ્યા નથી. કારણ કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમાં પ્રોસેસ કરવામાં આવી નથી, તેને લઇને આ રિફંડ આપવાની મુદત તા. 30 સપ્ટેમ્બર 2021 હતી, જેની મર્યાદા વધારીને તા. 30 નવેમ્બર 2021 કરવામાં આવી છે. આમ કરદાતાને હજી રિફંડ માટે બે મહિના વધારે રાહ જેવી પડશે. આમ િડપાર્ટમેન્ટ સમયસર પોતાની કાર્યવાહી પૂર્ણ ન કરી શકતા કરદાતાને બે મહિના રિફંડ મોડું મળશે. જેના કારણે કરદાતાને તેમની મૂડીમાં વધારે ખેંચ પડશે.

અન્ય સમાચારો પણ છે...