ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પોર્ટલની ભૂલના કારણે કરદાતાઓને તેમની ક્રેડિટ ન મળતા ભરવી પડે છે. તાજેતરમાં જીએસટીઆર-2બી રિટર્નમાં ઓનલાઇન ન દેખાતી આઇટીસી લઇ શકતા નથી. કેટલાક સુધારા બાદ પણ હજી કરદાતાઓને તેમની આઇટીસી નહીં દેખાતી હોવાથી તેમને ટેકસની રકમ રોકડમાં ભરવી પડી રહી છે. આમ પોર્ટલની ખામીના કારણે કરદાતાઓને આઇટીસી ન મળતા રોકડમાં ટેકસ ભરવાની નોબત આવી છે.
એપ્રિલની જીએસટીઆર-3બી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારી 24મે 2022 કરવામાં આવી છે, કારણ કે જીએસટી પોર્ટલ દ્વારા જીએસટીઆર-2બી રિટર્ન ઓનલાઇન ભરી શકાતા નહોતા. શરૂઆતમાં જીએસટી પોર્ટલે તેમની પાસે રહેલી ક્રેડિટ લેવા માટે આઇટીસીના ડોક્યૂમેન્ટ ઉપરથી ક્રેડિટ લેવા સૂચન કર્યું હતું. પરંતુ ઘણા કરદાતાઓએ ભરેલી ક્રેડિટ દેખાતી ન હોતી. જેથી કરદાતાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. જેના કારણે કરદાતાને ભરવાપાત્ર ટેકસ કરતા રોકડમાં વધારે ટેક્સ ભરવો પડી રહ્યો છે. તેમજ નાના કરદાતાઓને ટેકસ ભરવામાં મુશ્કેલી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.