કરચોરી અટકાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ હવે દર ત્રણ મહિને વેપારીઓની સ્ક્રૂટિની કરવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટને આદેશ આપ્યો છે. વેપારીઓએ વાર્ષિક એક વખતની જગ્યાએ વર્ષમાં 4 વખત ચોપડા લઇને ડિપાર્ટમેન્ટમાં જવું પડશે.
સામાન્ય રીતે એક વર્ષ બાદ સ્ક્રૂટિની કરવામાં આવે છે. પરંતુ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં એવું આવ્યું છે કે, ખોટું કરનારા કરદાતા વર્ષનો સમય લઇ સ્ક્રૂટિની કરવા માટે બોલાવવામાં આવે ત્યાં સુધીમાં મોટું કૌભાંડ કરી નાખે છે. જેના કારણે સરકારને નુકસાન થઇ રહ્યું છે. આમ ખોટું કરનારા કરદાતાને પકડવા દર ત્રણ મહિને ચોપડાની સ્ક્રૂટિની કરવાનો નિર્ણય લેવાયો છે.
વેપારીઓ માટે પોતાના વ્યવહારોને લઇને વારંવાર ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા પડશે. અત્યાર સુધી વેપારીઓને વર્ષે એક વખત અથવા ત્રણ વર્ષમાં એક વખત ડિપાર્ટમેન્ટમાં જવું પડતું હતું. પરંતુ હવે વર્ષમાં ચાર વખત જવું પડશે. આમ સીબીઆઇસીના મત પ્રમાણે ટેકસની મોટી ચોરી થતી રોકી શકાશે. જ્યારે વેપારીઓએ પ્રામાણિક્તા પુરવાર કરવા માટે ડિપાર્ટમેન્ટના ધક્કા ખાવા પડશે. સીબીઆઈસીના આદેશના પગલે વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.