મંજૂરી:GSTN પોર્ટલ પર કરદાતા 30મી સુધી બિલમાં સુધારા કરી શકશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2021-22ના રિટર્નમાં સુધારા કરવા મંજૂરી
  • GSTR-1 રિટર્નમાં રહી ગયેલા સુધારા કરદાતાએ 11 નવેમ્બર સુધી કરવાના રહેશે

જીએસટીએનએ નાણાકીય વર્ષ 2021-22ના વર્ષના રિટર્નમાં સુધારા કરવાની મંજૂરી આપી છે. જેમાં કરદાતા 30 નવેમ્બર સુધી કરદાતા સુધારા-વધારા કરી શકશે. કોષ્ટક 4એ, 4બી, 6બી 6સી અને બીટુબી ઈનવોઈસ સેસમાં પહેલેથી જ નોંધાયેલ છે. કરદાતાને નાણાકીય વર્ષ અને ઈનવોઈસ નંબર આપવો પડશે અને ઈનવોઈસ શોધવા માટે એમેન્ડ રેકોર્ડ પર ક્લિક કરવું પડશે. કરદાતાને માત્ર ત્રણ દિવસમાં તમામ સુધારા કરીને 11 નવેમ્બર પહેલા જીએસટીઆર-1 રિટર્ન પહેલા કરવા પડશે.

નાણાકીય વર્ષ 2021-22ના વર્ષમાં જીએસટી કાયદામાં ફેરફાર કરીને વેચાણ બિલોમાં 30 નવેમ્બર સુધી સુધારા કરી શકાશે. આ પહેલાના વર્ષોમાં 30 ઓકટોબર સુધી સુધારા કરી શકાતા હતા. આમ આ વર્ષે 30 દિવસનો વધારો કરાયો છે. સરકારે જાહેર કરેલા સુધારાને જીએસટીએન નેટવર્ક ઉપર સુધારા કરાયા ન હોતા. જેને પાછળથી શરૂ કરાતા મંગળવારથી હવે સુધારા થઇ શકશે. જેના કારણે કરદાતા વેચાણ કરેલા બિલોમાં રહેલી ભૂલ સુધારી શકતા ન હોતા. આમ આને લઇને જીએસટીએન પોર્ટલે જરૂરી તમામ ફેરફાર કરીને કરદાતા તેમના બિલોમાં સુધારા કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...