અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ ટી-1ના એરાઈવલ એરિયામાં આવતા પેસેન્જરોને લેવા-આવવા પર ટેક્સી ચાલકો સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પેસેન્જરોને લઈ જવા માટે ટર્મિલનથી થોડે દૂર અલગ પીકઅપ પોઈન્ટ તૈયાર કરાયો છે. છતાં મોટી સંખ્યામાં ટેક્સી ચાલકો પેસેન્જરોને લેવા એરાઈવલ એરિયા સુધી આવી જાય છે.
બુધવારે પણ આ જ રીતે પેસેન્જરોને લેવા ટેક્સી ચાલકો ટર્મિનલ નજીક આવી પહોંચતા ત્યાં ફરજ પર હાજર સિક્યોરિટી ગાર્ડોએ તેમને અટકાવતા ઉશ્કેરાયેલા ટેક્સી ચાલકોએ સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી શરૂ કરી હતી, જે પાછળથી ઉગ્ર થતા પોલીસ બોલાવવી પડી હતી. જો કે પોલીસની ગાડી આવતા ટેક્સી ચાલકોએ ત્યાંથી ચાલતી પકડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.