તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરપોર્ટ-રેલવે સ્ટેશને કેબચાલકોની લૂંટ:પેસેન્જરે રૂ.1300માં વડોદરા જવા માટે કેબ બુક કરાવી, થોડીવાર પછી ડ્રાઇવરે બુકિંગ કેન્સલ કરીને એ જ પેસેન્જર પાસે રૂ. 3300 ભાડું માગ્યું

અમદાવાદ5 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
એરપોર્ટ પર કલાકોની રાહ જોયા બાદ કેબવાળા પહોંચે છે અને ઓર્ડર મુસાફરો પાસે કેન્સલ કરાવે છે.
  • કલાકોની રાહ જોવા છતાં ઓનલાઇન બુકિંગને કેબચાલક કેન્સલ કરતા નથી અને મુસાફરોને દબાણ કરે છે

ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. મુસાફરોને એમાં કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે એમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે.

વડોદરા જવા માટે 3300 રૂપિયા લીધા
કર્ફ્યૂ જાહેર થયા બાદ કેબચાલકોએ સર્વિસ આપવાના બદલે બેથી ત્રણ ગણું ભાડું વસૂલી પેસેન્જરો પાસેથી ઉઘાડી લૂંટ કરી હતી. એરપોર્ટ પર અનેક પેસેન્જરોએ ઓનલાઈન કેબ બુક કરાવી હતી. પરંતુ થોડા સમય બાદ કેબચાલકો તેમનો ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. થોડા સમય બાદ આ જ કેબચાલકો તેમની પાસે વધુ ભાડું વસૂલ કરતા હતા.આ વિશે એક પેસેન્જરે જણાવ્યું કે, તેને વડોદરા જવા માટે 1300 રૂપિયામાં કેબ બુક કરાવી હતી. થોડા સમય બાદ એ જ કેબચાલકે ઓર્ડર કેન્સલ કર્યા બાદ તેમની પાસે રૂ. 3300 ભાડું માગ્યું હતું.

એરપોર્ટ પર મુસાફરોને ઘરે કે નિયત સ્થળે પહોંચવા કેબની રાહ જોવી પડે છે.
એરપોર્ટ પર મુસાફરોને ઘરે કે નિયત સ્થળે પહોંચવા કેબની રાહ જોવી પડે છે.

એરપોર્ટથી ઓઢવ જવાનું ભાડું રૂ. એક હજાર
ઓલા અને ઉબેર ટેક્સીચાલકો ઓઢવ વિસ્તારમાં જવાના 1000 અને સરખેજમાં 2000 રૂપિયા માગી રહ્યા છે. અમદાવાદમાં રહેતા ધીરજ જૈને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ચેન્નઈથી અમદાવાદ સવારે ફ્લાઈટમાં આવ્યો છું. એક કલાકથી ઓલા અને ઉબેર ટેક્સી માટે ઓનલાઇન બુક કરાવ્યું હતું ત્યારે ઓલામાં ઓઢવ જવાના 1000 રૂપિયા માગ્યા હતા. ઉપરાંત તેઓ કેન્સલ નથી કરતા, અમને કેન્સલ કરવાનું કહે છે. હું એક કલાકથી રાહ જોઈ રહ્યો છું.

એરપોર્ટથી BRTS દ્વારા બસ સેવા શરૂ કરાઈ છે.
એરપોર્ટથી BRTS દ્વારા બસ સેવા શરૂ કરાઈ છે.

એરપોર્ટ પર BRTS દ્વારા પેસેન્જર માટે બસ સેવા
અમદાવાદ એરપોર્ટ પર ખૂબ જ મોટી સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે, પરંતુ ટેક્સી કારચાલકો મુસાફરોને લૂંટી રહ્યા છે. મન ફાવે તેમ ભાડા માગી રહ્યા છે. વહેલી સવારે આવેલી ફ્લાઇટના મુસાફરો BRTS બસમાં પણ જવું પડ્યું હતું. એરપોર્ટ પર મૂકવામાં આવેલી BRTSમાં ગત મોડી રાતે 8થી સવારે 4 વાગ્યા સુધીમાં 9 ટ્રિપ અને 74 પેસેન્જર મળ્યા હતા. આજે સવારે 4થી બપોરે 11.30 સુધીમાં 9 ટ્રિપમાં 185 પેસેન્જર મળ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો