અમદાવાદ મ્યુનિ.માં બોપલ-ઘુમા સહિતના નવા વિસ્તારનો સમાવેશ કરાયા બાદ પ્રોપર્ટી ટેક્સ અંગેની અનેક ફરિયાદો ઉઠી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને મ્યુનિ.એ શનિવારે પાંચ વોર્ડના રહિશો માટે દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આબાદનગર, સોબો સેન્ટર, ગાલા જીમખાના રોડ, મેરી ગોલ્ડ સર્કલ અને ક્રિષ્ના શેલ્બી રોડ વોર્ડના લોકોએ ભાગ લીધો હતો. જેમાં કેટલાક ગંભીર પ્રશ્નો સામે આવ્યા હતા, જેમ કે મ્યુનિ.માં સમાવેશ થયા બાદ કેટલાક લોકોનો ટેક્સ ત્રણ ગણો વધી ગયો હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત ટેક્સના પૈસા ભર્યા હોવા છતાં જમા થયા નહોતા, કોઈ જગ્યાએ માલિકના બદલે બિલ્ડરનું નામ ફરી આવી ગયું હોવાની અનેક ફરિયાદો આવી હતી.
મ્યુનિ. તરફથી લોકોના પ્રશ્નોના નિકાલ માટે જે તે અધિકારી કર્મચારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે ઘણા પ્રશ્નોમાં નિરાકરણ કેટલા સમયમાં મળતે તેવું ન જણાવતા લોકો નાખુશ જણાતા હતા. ગેરહાજર અધિકારીઓને કારણે કેટલાકને 10 દિવસ પછી ઓફિસ બોલાવવામાં આવ્યા.
નામ બદલવા માટે ફરી ફી ભરવી પડશે
‘નામ ટ્રાન્સફર માટે જૂન 2020માં અરજી કરી હતી પરંતુ હજુ સુધી નામ ટ્રાન્સફર થયું નથી. હવે ફરીથી પ્રોસેસિંગ ફી ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે.' - દિનેશ કોટા, સ્થાનિક
સુવિધા એટલી જ પણ ટેક્સમાં વધારો થયો
અમારી સોસાયટી 21 વર્ષ જૂની છે અને મ્યુનિ.માં સમાવેશ થયા બાદ સુવિધામાં કોઈ વધારો થયો નથી પરંતુ અમારા ટેક્સની રકમ બમણી થઈ ગઈ છે. - નીતિન શાસ્ત્રી, સ્થાનિક
મિલકત સરખી, પરંતુ ટેક્સ અલગ અલગ
અમારી સોસાસટીમાં 40 બંગલા છે એક સરખું બાંધકામ હોવા છતાં કોઈને પ્રોપર્ટી ટેક્સ રૂ.3000 તો કોઈને રૂ.5000નું બિલ મળ્યું છે. આવું કઈ રીતે હોઈ શકે છે. - સની અરોરા, સ્થાનિક
રજૂ કરાયેલા પ્રશ્નો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.