તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ટેક્સ કન્સલ્ટન્ટે SGSTમાં નવા રજિસ્ટ્રેશનની કામગીરી બંધ કરી, નોંધણી માટે ઓથોરિટી લેટર ફરજિયાત કરવાની અસર

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સીએ કે ટેક્સ એડવોકેટનો લેટર ન હોય તો નોટિસ ફટકારાય છે

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે તાજેતરમાં નવા રજિસ્ટ્રેશન માટે સીએ અથવા ટેકસ એડવોકેટના ઓથોરિટી લેટર ફરજિયાત કર્યા છે. જેને લઇને ટેક્સ કન્સલ્ટન્ટે નવા જીએસટી રજિસ્ટ્રેશનની કામગીરી બંધ કરી દીધી છે. નવા રજિસ્ટ્રેશન બંધ થવાના કારણે એસજીએસટીમાં 90 ટકા નવા રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. ટેક્સ કન્સલ્ટન્ટ પણ આ કામગીરીથી ડરી રહ્યા છે.

સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે જીએસટીના નવા રજિસ્ટ્રેશન વખતે કરદાતા પાસે જીએસટીના નવા ઓનલાઇન ફોર્મમાં સીએ અથવા ટેક્સ એડવોકેટના નામ એડ્રેસ, મેમ્બરશિપ નંબર અને ઓથોરિટી લેટર જેવી વિગતો આપવી પડશે. જો કોઇ કરદાતા પોતાની રીતે અરજી કરે અને આ વિગતો ના ભરી હોય તો ડિપાર્ટમેન્ટ દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનમાં ખૂટતી વિગતોના કારણે નોટિસ આપવામાં આવે છે. આમ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે બોગસ રજિસ્ટ્રેશનનો રોકવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ જ્યારથી આ વિગતો માંગવાનું શરૂ કર્યું છે ત્યારથી સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ જીએસટી રજિસ્ટ્રેશન કરવાની કાર્યવાહી બંધ કરાવી દીધી છે.

શરૂઆતમાં કન્સલ્ટન્ટ દ્વારા રૂ. 1 કે 2 હજાર ચાર્જ કરીને જીએસટી રજિસ્ટ્રેશન કરાવી આપતા જે હવે જવાબદારી અને ડિપાર્ટમેન્ટમાંથી નંબર લાવી આપવા કન્સલ્ટન્ટ દ્વારા રૂ. 10 હજાર જેટલી માતબર રકમની ફી લેવામાં આવી રહી છે. વધારામાં જો કોઇ કન્સલ્ટન્ટે કરદાતાના રજિસ્ટ્રેશનમાં પોતાની વિગતો આપી હશે તો ભવિષ્યમાં કરદાતા ના મળે તેવા કિસ્સામાં કન્સલટન્ટને નોટિસ મોકલી જવાબ માંગવામાં આવશે અને વિગતો આપવા માટે કન્સલ્ટન્ટની જવાબદારી રહેશે.

અન્ય સમાચારો પણ છે...