તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Tau Te Hurricane Hits Gujarat Coast, Rains In Many Areas In The State Due To The Impact Of The Hurricane, Less Than 8500 Cases For The First Time In Months

મોર્નિંગ બ્રીફ:‘તાઉ-તે’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે, રાજ્યમાં વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદ, મહિના બાદ પહેલીવાર 8500થી ઓછા કેસ

એક મહિનો પહેલા

નમસ્કાર!
‘તાઉ-તે’ વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન મોકૂફ. અમદાવાદમાં AMCનું હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 3 ઘટનાઓ પર રહેશે નજર
1) ‘તાઉ-તે’ વાવાઝોડું દેવભૂમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય એવી શક્યતા.
2) ‘તાઉ-તે’ વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાતમાં આજે અને આવતીકાલે વેક્સિનેશન મોકૂફ.
3) અમદાવાદમાં AMCનો હેલ્થ ડિપાર્ટમેન્ટ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરશે

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર
1) રાજ્યમાં કોરોનાથી મોટી રાહત, એક મહિના બાદ પહેલીવાર 8500થી ઓછા કેસ, દૈનિક મૃત્યુ પણ ઘટીને 82 થયાં

રાજ્યમાં એક મહિના બાદ 8500થી ઓછા કેસ અને 85થી ઓછા મૃત્યુ નોંધાયાં છે. આ પહેલાં 15 એપ્રિલે 8152 કેસ અને 81 મૃત્યુ નોંધાયાં હતાં. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 8 હજાર 210 નવા કેસ અને 82ના મૃત્યુ થયાં છે તેમજ સતત 12મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહી છે અને 14 હજાર 483 લોકોએ કોરોનાને હરાવ્યો છે, જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 84.85 ટકા થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યમાં વાવાઝોડાની અસર દેખાઈ, વલસાડના તિથલમાં ઊંચાં મોજા ઊછળ્યાં, ભાવનગરના ઘોઘામાં ભારે પવન સાથે વરસાદી માહોલ
‘તાઉ-તે’ વાવાઝોડું ઝડપભેર ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની સંભવિત અસર પોરબંદર,ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, મોરબી, કચ્છ, ભરૂચ, વલસાડ નવસારી, સુરત જિલ્લામાં જોવા મળશે. તિથલ બિચ પર ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. નવસારીના ઊભરાટમાં દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જામનગરનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ અપાયું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું: 'ધો-12ની પરીક્ષા લેવાશે જ, કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને તારીખ જાહેર કરીશું'
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ 'મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ' અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. ત્યાં શિક્ષણમંત્રીએ ધો-12ની પરીક્ષા સંદર્ભે જણાવ્યું હતું કે ધો-12ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતના કોર્પોરેટરે કહ્યું-ખાલી ફોટો પડાવવા આવો છો, બહાર નીકળો, મહિલા કોર્પોરેટરે કહ્યું-તું તારી લિમિટમાં રહે, પથારી ફેરવી નાખીશ
સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં બે કોર્પોરેટર બાખડ્યા હતા. કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને કુંદનબેન કોઠિયા વચ્ચે આઇસોલેશન સેન્ટર પર માથાકૂટ થઈ હતી, જેમાં ઘનશ્યામ મકવાણાએ કહ્યું હતું કે ખાલી ફોટો પડાવવા આવો છો, બહાર નીકળો, જેથી કુંદનબેન કોઠિયાએ કહ્યું હતું કે હું તારી પથારી ફેરવી નાખીશ. આ સમગ્ર માથાકૂડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) બારડોલીના પટેલ પરિવારમાં પિતા, પુત્ર અને પુત્રવધૂનું કોરોનાથી મોત, બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
સુરત શહેર સાથે જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બારડોલીમાં કુલ 4617 કેસ નોંધાયા છે. જ્યારે અત્યારસુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં છે. દરમિયાન બારડોલીના એક જ પટેલ પરિવારના ત્રણ લોકોને આઠ દિવસમાં કોરોના ભરખી જતાં શોકની કાલિમાં છવાઈ ગઈ હતી. પહેલા પુત્રવધૂ, ત્યાર બાદ પિતા-પુત્રનાં કોરોનાથી મોત થતાં બે બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...