તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરતીની માગ:ટાટ-2 પાસ ઉમેદવારો આજે જૂના સચિવાલય આવી રજૂઆત કરશે, 3 વર્ષથી ભરતી ન થવા સામે વિરોધ

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ગણિત-વિજ્ઞાન સિવાયના વિષયમાં ભરતીની માગ

પ્રાથમિક સ્કૂલમાં ધો. 6થી8માં ભરતી હાથ ધરાઈ ન હોવાથી પ્રાથમિક શિક્ષણ નિયામકને તાત્કાલિક ભરતીની રજૂઆત કરવા ટેટ-2 પાસ ઉમેદવારો સોમવારે જૂના સચિવાલય ઉમટી પડશે. આ ભરતીમાં વતનથી નજીકનું સ્થળ મેળવવા ચાલુ નોકરીએ ફરી ભાગ લેતા ઉમેદવારોને રોકવાની રજૂઆત કરાશે.

ધો. 6થી8માં ટેટ-2 પાસની ભરતી માટે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. આમછતા ભરતી હાથ ધરવામાં આવતી ન હોવાનું ઉમેદવારોનું કહેવું છે. આથી વધુ એકવખત સોમવારે રજૂઆત કરવાની તમામ નોકરીવાંચ્છુંં ઉમેદવારોને જાણ કરાઈ છે. ટેટ-2 ઉમેદવારનું કહેવું છે કે, અત્યાર સુધી જે ભરતી કરવામાં આવી તે ગણિત-વિજ્ઞાનના વિષયની ભરતી કરાઈ છે, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી,હિન્દી જેવા ભાષાકીય વિષયની ભરતી કરાઈ નથી. આથી ભાષાના વિષયના ઉમેદવારોને ભરતીમાં અન્યાય થાય છે. વળી, પ્રાથમિક શાળામાં ધો. 1થી5 અને ધો. 6થી8 એમ બંન્ને વિભાગનું મહેકમ અલગ થઇ ગયું છે. આ મહેકમ પ્રમાણે ભરતી કરવામાં આવે તો ભાષાના ઉમેદવારોને અન્યાય થાય નહીં તેવું ઉમેદવારનું માનવું છે.

વર્ષ મુજબ વિદ્યાસહાયકની ભરતી

વર્ષકુલ ભરતીગણિત-વિજ્ઞાનભાષાસામાજિક વિજ્ઞાન
2018-1932622166402594
2017-180000
2016-175396254514041447
2015-161079458334287
2014-1543513003548800
2013-145881588100
2012-138800300023003500
2011-120000
2010-110000
કુલ287691705349886628
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો