ભાસ્કર ખાસ:શાહના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા વોર્ડદીઠ પાંચ બસો ભરવા ટાર્ગેટ, AMTSની 400 બસ મુકાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે સ્ટેજ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. - Divya Bhaskar
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે સ્ટેજ બનાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

29 મેએ રવિવારના રોજ નારણપુરા વરદાન ટાવર પાસે 600 કરોડના ખર્ચે બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ભૂમિ પૂજન કરાશે. આ કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા એએમટીએસની 400 બસ મૂકવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શહેરના તમામ વોર્ડમાં ઓછામાં ઓછી 5 બસો ભરવા માટે કોર્પોરેટરોને સૂચના આપવામાં આવી છે. 4 વાગે યોજાનારા ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ લોકોને લાવવા માટે 450 થી 500 બસો મૂકવામાં આવેશે. એએમટીએસ પાસે માંડ 750 બસો છે જો આટલી મોટી સંખ્યામાં બસો લોકોને શાસ્ત્રીનગર લાવવા માટે વપરાશે તો પછી સામાન્ય નાગરિકોના પરિવહન માટે બહુ જૂજ બસ જ બચશે. 80 ટકા જેટલી બસો તો કાર્યક્રમોમાં જ રોકાયેલી રહે તેવી શક્યતા છે.

આ જ દિવસે મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ હોવાથી 60 બસો ત્યાં મૂકવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમ ખાતે બીઆરટીએસ બસની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી શક્યતા છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્ત પ્રસંગે ત્યાં ફુલોનું સુશોભન, મંડપ, ખુરશીની વ્યવસ્થા, પ્રોટોકોલ પ્રમાણે બેઠક વ્યવસ્થા, પાણી - ખાણીપીણીની વ્યવસ્થા સહિતની વિવિધ વ્યવસ્થા માટે મ્યુનિ. અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે માટે અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...