તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:વર્ષના અંત સુધીમાં કોર્સ પૂરો કરવા સ્કૂલોને ટાર્ગેટ, સ્કૂલોએ જેટલો કોર્સ પૂરો થયો તેની પરીક્ષા લીધી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધો.9થી 12માં કોર્સ કાપ મુકાયા બાદ સ્કૂલોને છ માસિક પરીક્ષાના કોર્સની સ્પષ્ટતા ન હોવાથી સ્કૂલોએ છ માસિક પરીક્ષા સ્કૂલના પૂરા થયેલા કોર્સને આધારે લીધી હતી. જો કે વર્ષ પૂરું થતા સમગ્ર કોર્સ પૂરો કરી દેવાશે. સંચાલકોના મતે બોર્ડ દ્વારા છ માસિક પરીક્ષા માટેના કોર્સની વિગતો મોકલાઇ નથી. તેથી સ્કૂલોએ પોતાના પૂરા થયેલા પ્રકરણોને આધારે જ પરીક્ષાનું આયોજન કર્યું હતું.

સરકાર દ્વારા દરેક સ્કૂલમાં એકમ કસોટીનું આયોજન કરાતું હતું. એકમ કસોટી અગાઉ કોર્ષની વિગતો જાહેર કરવામાં આવતી હતી, પરંતુ છ માસિક પરીક્ષા માટે કોર્સની કોઇ માહિતી સ્કૂલોને મળી ન હોવાનું સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું. ઓનલાઇન જે સબ્જેક્ટનો જેટલો કોર્સ ચાલ્યો હોય તેટલા કોર્સની પરીક્ષા લેવાઇ.

વેકેશન બાદ કોર્સ ઝડપી ચાલશે
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છ માસિક પરીક્ષા માટે કેટલો કોર્સ પૂરો કરવો તેની જાહેરાત ન કરાતાં સંચાલકોએ શિક્ષકો સાથે મળીને હાલના કોર્સનો 50 ટકા કોર્સ પૂરો કરવાનો નિર્ણય લીધો હતો. હવે સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે કોર્સ ઝડપી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો