લુખ્ખાઓની ધરપકડ:જુહાપુરાની ગેંગવોરમાં ટપોરી કાળું ગરદન અને તેના સાથીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે અમદાવાદના લુખ્ખો ગણાતો નઝીર વોરાનું સરઘસ કઢાવ્યું

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી સ્થિતિ ઊભી થઈ છે, જેમાં ટપોરીમાંથી લુખ્ખો બનેલો કાલુ ગરદન વિસ્તારના બિલ્ડરમુસીરને ગાળો બોલી ધમકી આપે છે. કેટલાક ઓડિયો ક્લિપિંગ વાયરલ થયા હતા. આ બનાવો હજી પૂરો થયો ન હતો, ત્યારે પોતાને ભાઈ સમજતો ટપોરી નજીર વોરા સામાન્ય વ્યક્તિની જગ્યા ખાલી કરાવવા માટે પહોંચી ગયો હતો. જેને સબક શીખવાડવા અમદાવાદ શહેર પોલીસે બુધવારે નજીરનું સરઘસ કાઢ્યું હતું. આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાલુ ગરદનની ધરપકડ કરી હોવાનો દાવો કરી રહી છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાલૂને કેટલાક લોકોએ હાજર કરાવ્યો છે.

જુહાપુરામાં છેલ્લા થોડા સમયથી જમીન બાબતે અનેક વિવાદો ચાલી રહ્યા છે. જેમાં વિશાલા હોટલ પાસે એક જગ્યા ખાલી કરાવવા માટે કેટલાક લુખ્ખાઓ પહોંચી ગયા હતા. તપાસ શંકાસ્પદ જણા હતા. સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી, જેની પાછળ પણ કેટલાક લુખ્ખા તત્વો સામેલ હોવાનું જાણવા મળી રહે છે.

આ બધી બાબતોની વચ્ચે જુહાપુરાના બિલ્ડર તરીકે ઓળખાતા મુસીરને દારૂનો ધંધો કરનાર કાલુ ગર્દને ધમકી આપી હતી. કાલુ ગરદન અનેક લોકોને પરેશાન કરી ચૂક્યો છે. તેની સામે લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગુનાઓ પણ દાખલ છે, પણ માથાભારે હોવાના કારણે તેની સામે ઘણા લોકોએ ફરિયાદ દાખલ કરી ન હતી. તાજેતરમાં મુસિર અને કાલુ ગરદનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, તેમ બાદ મુસીરે કાલુ ગરદન અને તેના માણસો સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ સમગ્ર પ્રકરણની તપાસના દરમ્યાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે ટપોરી કાલુ ગરદનને ઝડપી લીધો છે.

નજીર વોરા સોનલ સિનેમા પાસે સામાન્ય બરફ વેચનાર વ્યક્તિને પરેશાન કરતો હતો. જેની વાત પોલીસને મળતા પોલીસે તેની સાન ઠેકાણે લાવી દીધી હતી. બુધવારે નજીર નું સરઘસ કાઢ્યું હતું અને તેને તેની ઓકાત બતાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...