તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘નલ સે જલ’:‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત 7.41 લાખના ખર્ચે 286 ઘરને નળ કનેક્શન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ તાલુકાનું પાણીથી તરસ્યું વલાણા ગામ હવે પાણીદાર બન્યું
  • સરકાર અને લોકભાગીદારી થકી દરેકના ઘર સુધી નળ પહોચશે અને નિયમિત પાણી મળશે તેવી વાત નાગરિકોને કરી બાદ લોકો સંમત થયા

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વલાણા ગામની અંદાજે 1863 જેટલી વસ્તી છે. કુલ ઘરોની સંખ્યા 286 જેટલી છે. વલાણા ગામમાં પીવાના પાણી માટે બે વર્ષ પહેલા બોર બનાવવામાં આવ્યો હતો પરંતુ ગામમાં પાણીની પાઇપલાઇનની આંતરિક વ્યવસ્થા ન હોવાને કારણે ગામમાં પાણી વિતરણ કરવામાં આવતું ન હતું અને સમય જતા બોર બંધ જેવી અવસ્થામાં આવી પડ્યો. તેથી આજ દિન સુધી ગામની બહેનો માથે બેડા ઉપાડીને ગામથી એક-બે કિલોમીટર દૂર જઈને ખુલ્લા કુવામાંથી પાણી ખેંચીને ઘર સુધી લાવતા હતા. રોજીંદા ઉપયોગ માટે કૂવો જ પાણીનો સ્ત્રોત હોવાથી દરરોજ પાંચ થી છ વખત પાણી ભરવા માટે જવું પડતું હતું.

વલણા ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમ જ ગામનો મોટાભાગનો વર્ગ મજૂરી કામ કરતો હોવાથી પાણીની વ્યવસ્થા બાબતે નેતૃત્વનો અભાવ જોવા મળતો હતો તેવા સમયમાં ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈ-વે પર ચા બનાવવાનો વ્યવસાય કરતાં ગામના જાગૃત મહિલા શ્રીમતી વસંતબેન ભરવાડને ત્યાં એક દિવસ અમદાવાદ જલભવન ખાતે કાર્યરત વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર ભીખાભાઈ રબારી ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં ચા પીવા માટે આવ્યા. અને વાતવાતમાં ગામની સમસ્યા વિશે વસંતબેને તેમને બધી વાત કરી હતી.

વસંતબેનની વાત સાંભળીને ભીખાભાઇએ તેમને સાથે રાખીને ગામલોકો સાથે એક બેઠક કરીને સરકાર અને લોકભાગીદારી થકી દરેકના ઘર સુધી નળ પહોચશે અને નિયમિત પાણી મળશે તેવી વાત કરી, પરંતુ ત્યારે ગામલોકોએ ખાસ ઉત્સાહ ન દાખવ્યો હતો. ભીખાભાઈએ વલાણા ગામની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ,અમદાવાદની કચેરીના કાર્યપાલક ઇજનેર આર.જે.બ્રહ્મભટ્ટના ધ્યાન પર મુક્યો હતો. ગામલોકોને રાજય સરકારની ‘નલ સે જલ’ યોજના વિશે સમજૂતી આપીને અમલના ભાગરૂપે તાત્કાલિક ગામમાં નળ કનેકશનનો સર્વે કરાવવાનું શરુ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...