તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતવણી:કાળી ચૌદશે કોઈપણ અબોલ પશુપક્ષીઓના ભોગે તાંત્રિક વિધિની વાત તદ્દન ખોટીઃ એનીમલ લાઈફ કેર

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આધણી ચાકણનું રેસ્ક્યુ કરતા વિજય ડાભી - Divya Bhaskar
આધણી ચાકણનું રેસ્ક્યુ કરતા વિજય ડાભી
 • તાંત્રિકો આધણીચાકણ જેવા સાપના વજનને આધારે તેનો સોદો કરીને કમાણી કરે છે
 • પશુપક્ષીઓના ભોગે ક્યારેય તાંત્રિકોની વિદ્યા સાચી ઠરતી નથીઃ એનીમલ લાઈફ કેરના મંત્રી વિજય ડાભી

કાળી ચૌદશે કોઈપણ અબોલ પશુપક્ષીઓનો ભોગ ના લેવાય દિવાળીમાં કાળી ચૌદશના દિવસે તાંત્રિક સ્મશાન કે અન્ય જંગલો અવાવરુ જગ્યાએ સાધના કરતા હોય છે અને તે સાધનાની અંદર લોભ-લાલચમાં લોકોને લઇ છેતરવાનો ગોરખ ઘંઘો કરતા હોય છે. ત્યારે તાંત્રિક વિધિ માં વપરાતા નિર્દોષ જીવ જેવા કે સાપ આધણીચાકણ ઘુવડ અન્ય પ્રાણીઓની કલેજી તાંત્રિક ભાષા મા જે ખૂબ જ પ્રખ્યાત આપણે ઘણીવાર જાણવામાં આવ્યું છે કે તેનો ખાસ કરીને તાંત્રિક ઉપયોગ તાંત્રિક મુઠ ચોટ જમીનમા ઘન છે તે શોધવા માટે વ્યક્તિને વશમાં કરી માગણીઓ કરતા હોય છે અને તે મેલી વસ્તુ માટેનો ઉપયોગ કરીને અબોલ પ્રાણી પક્ષીઓને ભોગ બનાવતા હોય છે. તેમની કોઈ વિઘા સાચી પડતી નથી.

ઘુવડને બચાવી રહેલ એનિમલ કેર
ઘુવડને બચાવી રહેલ એનિમલ કેર

તાંત્રિકોમાં પશુપક્ષીઓના કોડવર્ડ હોય છે
તાંત્રિક વિધિમા જે નિર્દોષ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે તેવુ ઘુવડ પક્ષી જે ઘણા નામ થી ઓળખાય છે. તાંત્રિકોએ તેને જેક... પાયલોટ .. બાબલો નામ આપ્યા હોય છે તથા તેને રેવી દેવી.. તથા અંગ્રેજીમાં આયુલ તરીકે ઓળખાય છે. આઘણી ચાકણ સાપ છે જે બે મોઢાથી ચાલે છે. ખરેખર તેના બે મોઢા હોતા નથી. તેનાવજન પ્રમાણે તાંત્રિકો ભાવ બોલાવતા હોય છે અને વજનના આધારે તેના સોદા કરતા હોય છે અને ખાસ કરીને આ બધા તાંત્રિકો વરસમાં એક વાર કાળી ચૌદશના દિવસે સ્મશાનની અંદર આવી મેલી વિદ્યાઓ કરી અને લોકોને લૂંટતા હોય છે તેવું વર્ષો થી સાપ રેસ્ક્યુ કરનારા વિજય ડાભી નું કહેવું છે.

કોઈપણ તાંત્રિક મેલી વિદ્યા માટે પશુપક્ષીઓની માંગ કરે તો પોલીસને જાણ કરો
વિજય ડાભીએ કહ્યું હતું કે આવા અબોલ પ્રાણીઓના ભોગે કોઈપણ તાંત્રિક વિદ્યા કરાવતા નહી કોઈ પણ તાંત્રિક તમને કહે તેની વાતમા આવશો નહિં કારણ કે કોઈપણ પક્ષી કે સાપ આધણીચાકણના ભોગે તાંત્રિક વિદ્યા કાળીચૌદશના દિવસે કરાવવાથી કે અન્ય કોઈ દિવસે કરાવવાથી કોઈ લાભ મળતો નથી ખોટા લોભ લાલચ મા આવી તાંત્રિકોના રવાડે ચઢીને અબોલ જીવ નો ભોગ ના લેતા.આવા કોઈ પણ તાંત્રિક મળે અને ખોટી અબોલ જીવની માગણી કરે તો તાત્કાલિક પોલીસ તથા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ ને જાણ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો