તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Tanker Raj In Gujarat! Water Is Delivered By Tankers To 23 Villages In 8 Talukas Of 4 Districts During Monsoon Season, 13 Tankers Make 56 Round Trips Daily.

ભાસ્કર એક્સક્લૂઝિવ:ગુજરાતમાં ટેન્કરરાજ! - ચોમાસાની સિઝનમાં 4 જિલ્લાના 8 તાલુકાનાં 23 ગામોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે, 13 ટેન્કર રોજના 56 ફેરા મારે છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે. લોકોની હાલાકી વધતી જઈ રહી છે. - Divya Bhaskar
વરસાદ ખેંચાતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે. લોકોની હાલાકી વધતી જઈ રહી છે.
  • ઓછા વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ
  • કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ 27 ફેરા કરાય છે

રાજ્યમાં હજૂ સુધી માત્ર 42 ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. 22 તાલુકાઓમાં હજૂ 5 ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ 108 ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના દૈનિક રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 4 જિલ્લાના 8 તાલુકાના 23 ગામો અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્રારકાના 23 ગામોમાં 13 ટેન્કો દ્વારા રોજના 56 ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં 3 તાલુકાઓમાં 11 ગામ, સુરેન્દ્રનગરમાં 2 તાલુકામાં 3 ગામ, કચ્છમાં 2 તાલુકાના 7 ગામ, દેવભૂમિ દ્રારકામાં એક તાલુકાના 2 ગામોમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ 27 ફેરા કરવામાં આવે છે. બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના 12-12 ફેરા થાય છે. ભૂજ તાલુકાના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે દૈનિક 8 ફેરા કરવામાં આવે છે. ભૂજ તાલુકાના જ ધ્રોબાણા ગામમાં રોજના 7 ફેરા કરવામાં આવે છે. આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.

ભુજમાં સૌથી વધારે ફેરા કરવામાં આવે છે

જિલ્લોતાલુકોગામટેન્કરફેરા
બનાસકાંઠાડીસા515
બનાસકાંઠાધાનેરા424
બનાસકાંઠાસુઇગામ213
સુરેન્દ્રનગરલીંબડી112
સુરેન્દ્રનગરસાયલા213
કચ્છભચાઉ113
કચ્છભૂજ6424
દે.દ્વારકકલ્યાણપુર2212
કુલ8231356

આ તાલુકાઓ સૌથી વધારે અસરગ્રસ્ત

બનાસકાંઠાલાખણી607 મીમી46 મીમી7.57%
બનાસકાંઠાથરાદ440 મીમી47 મીમી10.67%
કચ્છલખપત357 મીમી53 મીમી14.86%
પાટણસાંતલપુર443 મીમી63 મીમી14.24%
બનાસકાંઠાવાવ512 મીમી63 મીમી12.30%
કચ્છઅબડાસા402 મીમી76 મીમી18.89%
કચ્છરાપર490 મીમી86 મીમી17.55%