કોંગ્રેસના સરકાર પર આક્ષેપ:'બેટી બચાવો બેટી પઢાવો'ની વાતો માત્ર કાગળ પર, સરકાર રેપ કેસના આકડા છુપાવી રહી છે: પાર્થિવરાજસિંહ

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાત વિધાનસભામાં અને લોકસભામાં રજૂ થયેલા દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડાઓ અલગ અલગ હોવાનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ દ્ધારા આરોપ લગાવાયો છે કે સરકારે દુષ્કર્મના આંકડાઓ યોગ્ય રીતે રજૂ કર્યા નથી. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુજરાત વિધાનસભા રજૂ થયેલા આંકડા મુજબ 3796 દુષ્કર્મની ઘટના અને લોકસભામાં રજૂ થયેલા આંકડા મુજબ રાજ્યમાં 1075 દુષ્કર્મના ઘટના બની છે.

‘કેન્દ્રની સરકાર આંકડા છુપાવી રહી છે’
કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, ક્યા તો ગુજરાતના ગૃહમંત્રી ખોટું બોલીને આંકડા છુપાવી રહ્યા છે અથવા કેન્દ્રના ગૃહમંત્રી દુષ્કર્મના આંકડા છુપાવી રહ્યા છે. દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના આંકડાની રમત રાજ્યની વર્તમાન સરકાર કરી રહી છે. કેન્દ્રની ભાજપ સરકાર આંકડા છુપાવી રહી છે. આની યોગ્ય તપાસ કરવામાં આવે અને જેને પણ ખોટા આંકડા રજુ કર્યા હોય તેને નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.

છેલ્લા બે વર્ષના વિધાનસભા અને લોકસભાના જુદા-જુદા આંકડા

-દુષ્કર્મસામૂહિક દુષ્કર્મ
ગુજરાત વિધાનસભા379661
લોકસભા107535

કૉંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 2 વર્ષમાં 3796 દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા હતા અને 61 સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. કૉંગ્રેસ ધારાસભ્ય દ્વારા 10 માર્ચ 2022એ વિધાનસભા ગૃહમાં પૂછવા આવેલી વિગતને આધારે ઉપરના આંકડા ગૃહમાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે લોકસભામાં 20 ડિસેમ્બર 2022એ રજૂ કરવામાં આવેલી વિગત મુજબ બે વર્ષમાં રાજ્યમાં સામૂહિક દુષ્કર્મની 35 ઘટનાઓ અને દુષ્કર્મની 1075 ઘટના બની હોવાના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા.

‘દુષ્કર્મની 2721 ઘટના લોકસભામાં ઓછી બતાવાઈ’
કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજે જણાવ્યું હતું કે, કુલ 2721 દુષ્કર્મની ઘટના લોકસભામાં ઓછી બતાવવામાં આવી હતી અને સામૂહિક દુષ્કર્મની 26 ઘટના ઓછી બતાવામાં આવી હતી. હોવાનું. ડબલ એન્જિનની સરકારમાં જે એન્જિનના આંકડા ખોટા હોય તે એન્જિનની સરકારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...