તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઈમ:અમદાવાદી આધેડને વિદેશી યુવતી સાથે વાત કરવી 32 લાખમાં પડી, ગિફ્ટના બહાને ટોળકીએ રૂપિયા પડાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિત્ર બનવાની લાલચ આપી યુવતીએ ગિફ્ટ મોકલી અને તેમની સાથે 32 લાખની ઠગાઈ કરી
  • સાયબર ક્રાઇમે વિદેશી યુવતીની ઓળખ આપી ઠગાઈ કરતી ગેંગને દિલ્હીથી ઝડપી પાડી

સોશિયલ મીડિયામાં વિદેશી યુવતીના નામે રિક્વેસ્ટ મોકલીને અમદાવાદના આધેડ સાથે સાયબર ઠગ ટોળકીએ 32 લાખની છેતરપિંડી કરી હતી. સોશિયલ સાઈટ ફેસબુકના માધ્યમથી વિદેશી મહિલાના નામે મિત્રતા કેળવી ગિફ્ટ મોકલવાની લાલચે છેતરપિંડી કરતી ગેંગને સાયબર ક્રાઈમની ટીમ ઝડપી પાડી છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે એક નાઇજીરિયન અને મણીપુરના બે યુવકોની દિલ્હીથી ધરપકડ કરી છે.

કસ્ટમ- રેવન્યુ અધિકારીના નામે મની લોન્ડરિંગની ફરિયાદની ધમકી આપતા
અમદાવાદ સાયબર ક્રાઇમે દિલ્હીની ગેગ ઝડપી છે. પકડાયેલા આરોપીઓના નામ ઉડેચુક્વુ ઓન્યેબુચી, માંગખોલુંન હાઉકીપ અને હેખોલમ ગમાર છે. આ તમામ આરોપી નાઈઝીરીયા અને મણીપુરના રહેવાસી છે. આરોપીઓ વિદેશી મહિલાના નામે ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે મિત્રતા કેળવતા હતા. બાદમાં મોંઘી ગિફ્ટ મોકલી હોવાનું જણાવી કસ્ટમ, રેવન્યુ વિભાગના અધિકારી દ્વારા મની લોડરિંગનો ગુનો નોંધાવાની ધમકી આપી રૂપિયા પડાવતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

મોબાઈલ, વિવિધ બેંકના પાસબુક પણ મળ્યા
અમદાવાદના આધેડ પાસેથી 32 લાખ રૂપિયા અલગ-અલગ 14 એકાઉન્ટમાં નખાવ્યા બાદ જ્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો ત્યારે તપાસ કરતા આ ગેંગ પોલીસના હાથે ઝડપાઇ છે. જેમની પાસેથી 10 મોબાઇલ, અલગ-અલગ બેંકના કાર્ડ. પાસબુક. ચેકબુક. આધારકાર્ડ. પાનકાર્ડ મળ્યા છે. ઉપરાંત આરોપીની પૂછપરછમાં સામે આવી છે કે તમામ બેંક એકાઉન્ટ 8 હજારથી લઈ 15 હજાર રૂપિયાના ભાડા પર મેળવ્યા હતા. સાથે આ ગુનામાં એક મહિલાની પણ સંડોવણી સામે આવી છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ગિફ્ટ આપવાના નામે છેતરપિંડી કરતી આ ગેંગની મોડસ ઓપરેન્ડી અને તેમની પાસેથી મળી આવેલી બેંકની વિગતોના આધારે તપાસ કરતા અન્ય ફરિયાદો પણ સામે આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો