ટૉક:SMPIC ખાતે પબ્લિક સ્પીકિંગ પર ટોક, સ્પીચ આપતા પહેલાં લખો, અસરકારક વાત પહેલાં કરો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક સારા પબ્લિક સ્પીકર બનવા માટે સૌથી પહેલા સ્પીચ લખતા શીખો. જ્યારે પણ સ્પીચ બોલવાની શરૂઆત કરો ત્યારે સાથે અસરકાર વાત પહેલા કરો. કોઇ પ્રેરણાત્મક વાર્તાથી પણ તેની શરૂઆત કરી શકાય છે. મહત્વના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપો. ધારદાર શબ્દોનો ઉપયોગ કરો. પબ્લિક સ્પીકિંગ વખતે તમારામાં ડર ન હોવો જોઈએ. જે માટે, ટેડ ટોકસ જેવા પ્રોગ્રામ જુઓ. રિલેક્સ થઇને સ્ટેજ પર આવો. નર્વસ ન થાઓ, સ્પીચ આપતા પહેલા તેની પ્રેક્ટિસ કરો.

પબ્લિક સ્પિકિંગમાં બોડી લેંગ્વેજ પણ મહત્વની છે, આ સાથે ડ્રેસિંગ અને ગ્રુમિંગનું પણ ધ્યાન રાખો. તમારો વોઇસ લાઉડ કે લો નહીં ઓડિયન્સ પર ઇમ્પ્રેશન જમાવે તેવો હોવો જોઈએ. ઓડીયન્સને પ્રશ્નો પૂછવા માટે મોટીવેટ કરો. તેમ SMPIC ફેકલ્ટી ઓફ કોમર્સ ખાતે બીકોમ ઓનર્સના પ્રોગ્રામમાં એકેડેમિક એન્ડ બેયોન્ડ લેક્ચર સિરીઝમાં મંગેશ પારલેકરે કહ્યું હતું. જેમાં તેમને પબ્લિક સ્પીકિંગ પર વિદ્યાર્થીઓને આ વાત કહી હતી. પબ્લિક સ્પિકિંગ શું છે, તેમાં કયા પ્રકારની બાબત જરૂરી છે, તેનો ઉપયોગ ઇન્ફોર્મેશન કે લોકોને પ્રભાવિત કરવા કે પછી મનોરંજન પૂરું પાડવા માટે થાય છે તે તમામ બાબતો તેમણે વિદ્યાર્થીઓને જણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...