અમદાવાદ:વિરમગામના ડઢાણા ગામના તલાટીએ આત્મહત્યા કરી, નોકરી પરથી મોડા આવતા પત્નીએ ઠપકો આપતા મનમાં લાગી આવ્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • તલાટી અમદાવાદના વસ્ત્રાલથી ડઢાણા અપડાઉન કરતા હતા

વસ્ત્રાલમાં રહેતા અને વિરમગામના માંડલ તાલુકાના ડઢાણા ગામના તલાટીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તલાટીને દારૂ પીવાની આદત હતી અને ઘરે નોકરીથી મોડા આવતા હતા જેના કારણે પત્ની તેમને ઠપકો આપતા હતા. જેના કારણે મનમાં લાગી આવતા તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાલના ઓમ સર્કલ પાસે અક્ષર હોમ્સમાં રહેતા નરેશ માલિવડ (ઉ.વ.34) પત્ની અને બે નાના બાળકો સાથે રહેતા હતાં. નરેશભાઈ વિરમગામના માંડલ તાલુકાના ડઢાણા ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતાં હતા. વસ્ત્રાલથી તેઓ ડઢાણા અપડાઉન કરતા હતા અને અવારનવાર મોડા આવતા હતાં. દારૂ પીવાની ટેવ પણ હતી જેથી તેઓ વચ્ચે બોલાચાલી થતી હતી. પત્ની અને બાળકો સવારે વહેલા સુતા હતા ત્યારે નરેશભાઈએ રસોડામાં પંખા પર નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રામોલ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નરેશભાઈ અવારનવાર મોડા આવતા હતા. જેથી તેમના પત્ની ઠપકો આપતા હતાં જેનું મનમાં લાગી આવતા આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...