અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ:રૂ.17 હજારની લાંચ લેતા તલાટીની ધરપકડ, યુવકે ઘરમાં ઘુસી યુવતીને બાથમાં ભીડી લીધી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નારણપુરામાં જૂની અદાવત રાખી 4 શખ્સોએ યુવકે ધોકા વડે માર માર્યો
  • 25 હજારની માગણી કરી હતી, રકઝકના અંતે રૂ.20 હજાર નક્કી કર્યા હતા, તેમાંથી રૂ. 3 હજાર અગાઉ લઈ લીધા હતા
  • ​​​​​​​કારના ખાનામાં બંડલ મૂકતી વખતે જ ACBએ ઝડપી પાડ્યા

વાડાની આકારણી કરવા માટે રૂ.25 હજારની લાંચની માગણી કરનારા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના તલાટી મેહુલભાઈ વિષ્ણુભાઈ ગોસ્વામી એસીબીના હાથે રંગેહાથે ઝડપાયા છે. અરજદાર સાથે રકઝકના અંતે રૂ.20 હજાર નક્કી કર્યા હતા, જેમાંથી 3 હજાર મેહુલ ગોસ્વામીએ અગાઉ લીધા હતા. જ્યારે બાકી રહેલા 17 હજાર રૂપિયા લેતા ઝડપાયા હતા. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના એક ગામમાં રહેતી વ્યક્તિને વાડાની આકારણી કરવાની હોવાથી ધોલેરાના તલાટી કમ મંત્રી મેહુલ ગોસ્વામીને મળ્યા હતા.

મેહુલ ગોસ્વામીએ આ કામ માટે 25 હજારની માગણી કરી હતી. જોકે રકઝકના અંતે 20 હજાર નક્કી થયા હતા. તેમાંથી 3 હજાર અગાઉ મેહુલભાઈએ લઈ લીધા હતા. જ્યારે બાકી રહેલા રૂ.17 હજાર બુધવારે આપવાનું નક્કી થયું હતું. જોકે આ કામ માટે ખેડૂત આટલા બધા પૈસા આપવા માગતા ન હતા, જેથી આ અંગે એસીબીમાં ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યંુ હતંુ, જે અનુસાર મેહુલ ગોસ્વામી ગાડી લઈને આવ્યા હતા અને ખેડૂત પાસેથી રૂ.17 હજાર લઈને ગાડીના ખાનામાં મૂક્યા હતા. પૈસા ખાનામાં મૂકતાની સાથે જ એસીબીની ટીમે મેહુલ ગોસ્વામીને ઝડપી લીધા હતા.

યુવકે ઘરમાં ઘુસી યુવતીને બાથમાં ભીડી લીધી
અમદાવાદના મેઘાણીનગરમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ફરિયાદ નોધાવી છે કે, તે ઘરમાં એકલી હતી ત્યારે તેની પડોશમાં રહેતો યુવક અચાનક જ તેના ઘરમાં આવ્યો હતો યુવતીએ યુવકને કહ્યું મારા પિતા ઘરે નથી તું શા માટે આવ્યો ત્યારે યુવકે કહ્યું કે મને કશો વાંધો નથી. યુવતી સાથે વાત કરતા યુવકે યુવતીને બાથમાં પકડી લીધી અને બાદમાં શારીરિક અડપલા લારવા લાગ્યો હતો. જેથી યુવતી બુમાબુમ કરવા લાગી ત્યારે આસપાસના લોકો ભેગા થતા યુવક ત્યાંથી નાસી ગયો હતો. યુવતીના માતા પિતા પણ આવતા યુવતીએ જાણ કરી જે બાદ માતા પિતા સાથે પોલીસ સ્ટેશન પહોચીને આ મામલે ફરિયાદ નોધાવી છે. મેઘાણીનગર પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.

જૂની અદાવતમાં વિદ્યાર્થીને લાફા ઝીંકી ધોકા વડે મારમાર્યો
અમદાવાદના નારણપુરામાં રહેતો વિદ્યાર્થી સિલ્વર ઓક કોલેજમાં અભ્યાસ કરે છે. ઇદની રજા હોવાથી વિદ્યાર્થી મિત્રોને મળવા અર્જુન પેરેડાઈઝ પાસે આવેલ ગ્રાઉન્ડમાં ગયો હતો ત્યારે ત્યાં બપોરના સમયે એક ગાડી અને એક એકટીવા લઈને ચાર યુવકો આવ્યા હતા, જેમાંથી એક યુવકે વિદ્યાર્થીનો ફોટો પાડ્યો હતો બાદમાં વિદ્યાર્થીને કહ્યું કે, તારે વંશ પ્રજાપતિ સાથે કોઈ બબાલ હતી ત્યારે વિદ્યાર્થી કહ્યું કે, આ બાબતે મારે સમાધાન થઇ ગયું છે છતાં ગાડીમાંથી ધોકો કાઢીને વિદ્યાર્થીને માર્યો હતો. ઉપરાંત લાફા પણ ઝીંકી દીધા હતા. વિદ્યાર્થીના મિત્રો વચ્ચે આવતા તેમને પણ મારમાર્ય હતા. વિદ્યાર્થીએ બુમાબુમ કરતા આસપાસના લોકો આવ્યા ત્યારે 4 યુવકો ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ ભાગતા ભાગતા ધમકી આપી હતી કે, હવે પછી અમને મળ્યો તો જાનથી મારી નાખીશું. સમગ્ર મામલે યોગેશે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચારેય યુવકો વિરુધમાં ફરિયાદ નોધાવી છે.

રેલ્વે સ્ટેશન પર યુવક નાહવા ગયો ને બેગ ગાયબ થઈ
રાજસ્થાનમાં રહેતો શુભમ નામનો યુવક બીઝનેસ કરે છે. શુભમ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ગુડગાવથી અમદાવાદ આવ્યો હતો. શુભમ 1 નંબર પ્લેટફોર્મ પર આવેલા વેટીંગ રૂમમાં બેઠો હતો.શુભમ વેટીંગ રૂમમાં બેગ મુકીને નાહવા ગયો હતો ત્યારે બહાર આવીને જોતા તેની બેગ જ ગાયબ હતી બેગમાં લેપટોપ, મોબાઈલ ફોન,પાકીટ સહિતની વસ્તુઓ હતી.બેગ ના મળતા શુભમે બેગ ચોરી થઇ હોવાની ફરિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. કુલ 72,900ના માલ સામાન ચોરી ફરિયાદ નોધાવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...