ACBની કાર્યવાહી:પેઢીનામું બનાવવા 7 હજારની લાંચ માગતાં તલાટી, ઓપરેટર પકડાયાં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જશુબેન ચાવડા અને ચમન ડાભી - Divya Bhaskar
જશુબેન ચાવડા અને ચમન ડાભી
  • દસ્ક્રોઈની ગ્રામ પંચાયત કચેરીમાં છટકું ગોઠવી પકડ્યાં
  • ખેડાના નાગરિકે વારસદારમાં પોતાનું નામ ઉમેરવા અરજી કરી હતી

દસ્ક્રોઈ તાલુકાના ચવલજ ગોવિંદડા ગ્રૂપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને કમ્પ્યુટર ઓપરેટરને એસીબીએ 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ખેડાના મોટી ટીબળી ગામના એક નાગરિકે જમીનમાં પિતાની સીધી લીટીમાં વારસદાર તરીકે પોતાનું અને પરિવારના અન્ય સભ્યોનાં નામ દાખલ કરી પેઢીનામું બનાવવા અરજી કરી હતી.

દસ્ક્રોઈ તાલુકામાં કમ્પ્યુટર ઓપરેટર (વીસીઈ) ચમન ડાભીનો તેમણે સંપર્ક કર્યો હતો. આથી જમીનમાં નામ ઉમેરવા અને પેઢીનામું બનાવવા ચમન ડાભીએ પોતાના અને તલાટી કમ મંત્રી જશુબેન ચાવડાના મળી કુલ 7 હજારની માગણી કરી હતી. અંતે 5 હજાર આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ નાગરિકે ફરિયાદ કરતા એસીબીએ ટ્રેપ ગોઠવી પંચાયત કચેરીમાં છટકું ગોઠવી ઓપરેટર અને તલાટી કમ મંત્રીને લાંચ લેતા ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...