તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચૂંટણીમાં દિવસો નજીક આવતા પ્રચાર જોરશોરથી શરૂ થવા લાગ્યો છે; ત્યારે પ્રચાર દરમિયાન રેલી પણ યોજવામાં આવે છે, રેલીમાં ભીડ ભેગી થાય અને વાહનો વધુ દેખાય તો એની અલગ અસર પડે છે. ત્યારે જોધપુર વોર્ડમાં કોંગ્રેસના પ્રચારમાં ભીડ ભેગી કરવા બાઈકચાલકને ટોકન આપવામાં આવ્યું હતું અને ટોકન દ્વાર બાઈકચાલકોને પેટ્રોલ આપવામાં આવતું હતું.
પેટ્રોલ ભરાવી કોંગ્રેસનો ખેસ પણ આપતો હતો
DivyaBhaskar દ્વારા જોધપુર વોર્ડના કોંગ્રેસ કાર્યાલય પર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું.સ્ટિંગ ઓપરેશનમાં વોર્ડના કાર્યાલય ખાતે પ્રચાર માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા બાદમાં ટૂ-વ્હીલર લઈને આવેલા વાહનચાલકોને અંદર ટેબલ પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પોતાનો વાહનનંબર, નામ અને મોબાઈલ નંબર લખવાના હતા, જે બાદ તેમને એક ટોકન આપવામાં આવ્યું હતું. એ આપીને આગળના ચાર રસ્તા પાસે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ભરાવવા જવાનું કહ્યું હતું. પેટ્રોલ ભરાવીને આવનારા લોકોને કોંગ્રેસનો ખેસ પણ આપવામાં આવ્યો હતો, જે બાંધીને લોકો રેલીમાં જોડાયા હતા.
ટોકન હશે તો 100 રૂપિયાનું પેટ્રોલ મળશે
દિવ્યભાસ્કર દ્વારા જ્યારે કાર્યાલય પરના લોકોની નોંધણી કરતા કાર્યકર્તાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ટોકન લઈને આગળના નવા પેટ્રોલ પંપ પર જશો તો જ પેટ્રોલ પૂરી આપવામાં આવશે અને ટોકન હશે તો જ 100 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવશે. 5 વાગ્યા પહેલાં જશો તો જ પેટ્રોલ આપવામાં આવશે, પછી કોઈ જવાબ નહિ આપે.
મોટી સંખ્યામાં ઉમેદવારોની રેલી નીકળી
પેટ્રોલ ભરાવી લોકોની ભીડ ભેગી થઈ પણ હતી અને મોટી સંખ્યામાં ઉમેદવાર સાથે મળીને રેલી પણ નીકળી હતી, પરંતુ આ રીતે ઉમેદવારો અને તેમના સમર્થકો ભીડ ભેગી કરીને રેલી કાઢી પ્રચાર કરે છે, એવું DivyaBhaskarના સ્ટિંગ ઓપરેશનમાં સાબિત થયું છે.
કોંગ્રેસ મફત વેક્સિન, વાઈફાઈ, 50 હજારને નોકરીના મુદ્દા સાથે મેદાને
મતદાનને હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસ 6 મહાનગરોમાં પોતાના ઉમેદવારોને જીત અપાવવા માટેના પ્રચાર શરૂ કરી દીધા છે. આ વખતે જીત મેળવવા માટે કોંગ્રેસ પ્રજાને અનેક વાયદા કરી રહી છે. જેમકે, દરેકને મફત કોરોના વેક્સિન, મફત વાઈફાઈ, મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી, 50 હજારથી વધુને નોકરી, તેમજ વર્ષો સુધી અડીખમ રહે તેવા રસ્તા આપશે. આ સિવાય પણ કોંગ્રેસ ડાયાબિટિસ-બ્લડ પ્રેશનનું મફત ટેસ્ટિંગ તેમજ લોકડાઉન સમયના પ્રોપર્ટી ટેક્સને માફ કરવાનો દાવો કરે છે.
ઈલેક્ટ્રિસિટી બિલમાં 100 ટકાની રાહત?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે અમદાવાદના નાગરિકોને ચૂંટણી ઢંઢેરા મારફત વચન આપ્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા સમિતિના ચેરમેન દિપક બાબરિયા, શહેર પ્રમુખ શશીકાંત પટેલ, ડો. જીતુ પટેલ સહિતના નેતાઓએ વચન આપ્યું હતું કે, કોંગ્રેસ સત્તા પર આવશે તો અમદાવાદના દરેક નાગરિકને કોરોના વેકસિન વિનામૂલ્યે આપશે. કોંગ્રેસે શહેરના નાગરિકના આરોગ્યની રક્ષા માટે વીએસને પુન: ધમધમતી, સુપર સિનિયર સિટીઝનને ઘરે બેઠા 24 કલાક ઇમરજન્સી મોબાઇલ ટ્રીટમેન્ટ સહિતની સુવિધા આપવાનું નક્કી કર્યું છે. ઉપરાંત શિક્ષણ માટે આધુનિક સ્કૂલ હશે, અંગ્રેજી મીડિયમ સાથે ઇનડોર ગેમ્સ,પ્લે ગ્રાઉન્ડ, મ્યુઝિક, યોગા સહિતની અલ્ટ્રા મોડર્ન સુવિધા હશે. ટેક્સનું માળખું ભારવાળું નહીં, હળવું હશે. 50 વીજ યુનિટ સુધીના વપરાશકારને ઈલેક્ટ્રિસિટી બિલમાં 100 ટકા રાહત રહેશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.