મહત્વનો ચુકાદો:સુરત એરપોર્ટ આસપાસની ફ્લાઇટને અસર કરતી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરો, 2 ડિસેમ્બર સુધીમાં તોડીને કોમ્પ્લેયન્સ રિપોર્ટ રજૂ કરો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરત એરપોર્ટ - ફાઇલ તસવીર

સુરત એરપોર્ટને લઇને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જેમાં સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી ઇમારતો એર ફ્લાઇટ માટે અસર કરતી અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે આવી બિલ્ડિંગોને 2 ડિસેમ્બર સુધીમાં તોડીને હાઇકોર્ટમાં કૉમ્પ્લેયન્સ રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે.

હાઇકોર્ટે આદેશમાં જણાવ્યું છે કે, ‘કલેકટર તેની જવાબદારીના ભાગરૂપે ડિમોલિશનની કામગીરી હાથ ધરશે. આ કામગીરી કરવા માટે જેતે મહાનગરપાલિકાની મદદ લઇ શકશે. વધુમાં કોર્ટે જણાવ્યું છે કે, કોમ્યુનિકેશન ગેપ ટાળીને જાહેર જનતાની સુરક્ષાને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર સેફ્ટીના તમામ પગલાં લેવા પડશે. કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે કે, અમે તમામ દલીલો સાંભળીને એવું તારણ કાઢ્યું છે કે, સંબંધિત ઓથોરિટી એકબીજાને સહકાર કર્યા વિના કામગીરી કરી રહી છે જે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. અમે નિર્દેશ આપીએ છીએ કે તમામ સંબંધિત અધિકારીઓ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે જાહેર હિતમાં એકસાથે અને સંપૂર્ણ સહકારથી કાર્ય કરશે.’

અન્ય સમાચારો પણ છે...