• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Tahir Madraswala, Who Traveled The World With The Message Of World Peace, Started His Journey From Ahmedabad To North Gujarat To Raise Awareness About Blood Donation.

અભિયાન:વિશ્વશાંતિના સંદેશ સાથે વિશ્વ ભ્રમણ કરનાર તાહિર મદ્રાસવાલાએ રક્તદાન અંગેની જાગૃતિ માટે અમદાવાદથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાહેર મદ્રાસવાલાએ રવિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ પરિમલ અંડર બ્રિજથી પોતાનો સાયકલ પ્રવાસ આરંભ્યો - Divya Bhaskar
તાહેર મદ્રાસવાલાએ રવિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ પરિમલ અંડર બ્રિજથી પોતાનો સાયકલ પ્રવાસ આરંભ્યો
  • ઉત્તર ગુજરાતના તમામ તાલુકાઓની મુલાકાત લઇને લોકોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કરશે

કોરોના કાળમાં રાજ્યની બ્લડ બેંકોમાં રક્તની અછત ઉભી થઈ હતી. ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓને ખૂબજ તકલીફોનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી. જેથી હવે લોકો વધુમાં વધુ રક્તદાન કરે તે માટે એક નાગરીકે અભિયાન શરૂ કર્યું છે. રક્તદાન અંગે લોકજાગૃતિ લાવવા માટે અમદાવાદના તાહિર મદ્રાસવાલાએ સાયકલ દ્વારા અમદાવાદથી ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કરીને રક્તદાન અંગે લોકજાગૃતિ લાવવા પ્રયત્ન શરૂ કર્યો છે.

17 વર્ષ દરમિયાન લગભગ સવા લાખ કિલોમીટર સાઇકલ ચલાવી
17 વર્ષ દરમિયાન લગભગ સવા લાખ કિલોમીટર સાઇકલ ચલાવી

વિશ્વમાં શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપવા માટે વર્ષ 1981થી 1997 દરમિયાન સાયકલ પર દુનિયાના પાંચ ખંડ અને સંખ્યાબંધ દેશોની મુલાકાત લેનાર તાહિર મદ્રાસવાલાએ હવે નવું અભિયાન હાથ ધર્યું છે. 17 વર્ષ દરમિયાન લગભગ સવા લાખ કિલોમીટર સાઇકલ ચલાવનાર તાહિર મદ્રાસવાલાએ હવે લોકો વધુમાં વધુ રક્તદાન કરતા થાય તે અંગેની જાગૃતિ માટે ફરી એક વખત સાયકલ પ્રવાસ આદર્યો છે. તાહેર મદ્રાસવાલાએ રવિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ પરિમલ અંડર બ્રિજથી પોતાનો સાયકલ પ્રવાસ આરંભ્યો હતો. ઉત્તર ગુજરાતના લગભગ તમામ તાલુકાની મુલાકાત લઈ લોકોને રક્તદાન માટે જાગૃત કરશે.

1981થી 1997 દરમિયાન સાયકલ પર દુનિયાના પાંચ ખંડ અને સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી
1981થી 1997 દરમિયાન સાયકલ પર દુનિયાના પાંચ ખંડ અને સંખ્યાબંધ દેશોની મુલાકાત લીધી