તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન કાર્યક્રમ:સપ્તકના 28મા અંતર્નાદ કાર્યક્રમમાં તબલાવાદક જોબી જોયે કહ્યું- દિલથી કરેલો રિયાઝ સંવેદનશીલ બનાવે છે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તબલા પર સૌપ્રથમ 16 માત્રાનો તીનતાલ પ્રસ્તુત થયો. તે સાથે શનિવારની સાંજે તબલા પ્રેમીઓ શહેરના આ નવયુવાન તબલાવાદકની વાદનની પ્રસ્તુતિથી આનંદિત થયાં. મૂળ કેરળના પણ છેલ્લા 20 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા તબલાવાદક જોબી જોયે આ પ્રસ્તુતિ કરી. સપ્તકના ઉપક્રમે અંતર્નાદ: અનલોકિંગ મ્યુઝિશિયન એન્ડ ધેર મ્યુઝિક’ અંતર્ગત 28મો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો. જોબી જોય કેરળથી આવ્યા પછી કદમ્બમાં તબલાવાદન કરતા હતા અને પછી વધારે તાલીમ તેમણે તબલાગુરૂ દિવ્યાંગ વકીલ પાસેથી મેળવી છે.

તબલા સાથે હોઉ છું ત્યારે નેગેટિવિટીને ભૂલી જાઉં છું
‘વાદ્ય કોઈ પણ હોય પણ જો કલાકાર તેના પર દિલથી રિયાઝ કરે તો તે અંદરથી વધારે સંવેદનશીલ બને છે. હું જ્યારે મારા વાદ્ય તબલા સાથે હોઉ છું ત્યારે દુનિયાની તમામ નેગેટિવ બાબતોને ભૂલીને પણ તેના વાદનમાં જ મગ્ન થઈ જાઉ છું. હું માનું છું કે દુનિયાની આ ભાગદોડમાં ક્લાસિકલ સંગીત આપણને પોતાનાથી નજીક લઈ જાય છે. તેની સાથે જ આપણને આ વારસો નિજાનંદનો અનુભવ કરાવે છે. અંતે તો આ નિજાનંદ જ આપણા વ્યક્તિત્વની સાચી ઓળખ કરાવે છે. -જોબી જોય, તબલાવાદક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો