બજેટ મંજૂર:ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી શૈક્ષણિક વર્ષને લઈને સિન્ડિકેટની બેઠક, રૂ.267 કરોડનું બજેટ પાસ

અમદાવાદ6 મહિનો પહેલા
  • સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 20 ઓલમ્પિક ગેમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટી ખાતે આગામી શૈક્ષણિક વર્ષને લઈને સિન્ડિકેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીનું બજેટને લીલી ઝંડી આપવામાં આવી હતી. 71મો વાર્ષિક અહેવાલ રજૂ કરીને સર્વાનુમતે રૂ.267 કરોડનું ગુજરાત યુનિવર્સિટીનું બજેટ પાસ કરવામાં આવ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા દરવર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે આ વખતે 71મી વખત ગુજરાત યુનિવર્સિટીનું આગામી શૈક્ષણિક સત્રને લઈને રૂપિયા 268 કરોડનું બજેટને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ વર્ષના બજેટની અંદર રિસર્ચ અને ફેલોશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા તમામ ખર્ચ યુનિવર્સિટી ભોગવશે સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં આગળ પડતા છે તેને મદદ રૂપ થવા માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 20 ઓલમ્પિક ગેમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

જો કે ગતવર્ષની સરખમણીએ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીનું 5 કરોડનું બજેટ ઓછું રજૂ કરવામાં આવ્યું છે. કારણકે ગતવર્ષે કોરોનાની મહામારી સર્જાઈ હતી તેવામાં ગુજરાત યુનિવર્સિટીને ટ્યુશન ફી અને પરીક્ષા ફીની આવકમાં અંફજે 5 કરોડનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે 268 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતું. તેની સામે અંદાજે 278 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. ગતવર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા 273 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.જેની સામે 288કરોડનો ખર્ચ થયો હતો. આ વર્ષે રજૂ થયેલા બજેટથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...