હુમલો:પુત્રી સાથે પ્રેમલગ્ન કરનારા યુવક પર તલવારથી હુમલો, ગોમતીપુરમાં 4 લોકો સામે ગુનો દાખલ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવકને માથા અને હાથ પર તલવારો મારી

ગોમતીપુરમાં પુત્રીને ભગાડી જઇને પ્રેમલગ્ન કરનારા 22 વર્ષીય જમાઈ પર સસરા, સાળા, કાકા સસરા અને સાસુએ તલવાર અને છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગોમતીપુરમાં ધાબાવાળી ચાલીમાં રહેતા પાર્થ મકવાણાએ તેના વિસ્તારમાં રહેતી શ્રુતિ સાથે ગત પાંચ જૂને પ્રેમલગ્ન કરતા શ્રુતિના પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો. 16 ડિસેમ્બરે રાતે 8 વાગ્યે શ્રુતિના પિતા કુંદનલાલ મકવાણા, સાળા બોબી-રાહુલ તથા સાસુ જયશ્રીબેને પાર્થના ઘરે જઈ બીભત્સ ગાળો બોલી પથ્થરો કરતાં પાર્થની માતા અને પત્ની ઘરની બહાર આવ્યાં હતાં. એ લોકોને ઘરની અંદર બોલાવવા ગયેલા પાર્થના માથામાં સસરાએ તલવાર મારી હતી, સાળાએ હાથમાં છરી મારી હુમલો કર્યો હતો.

માથામાં અને હાથમાં તલવાર વાગતાં પાર્થ લોહીલુહાણ થઈ જતાં ભારે હોબાળો મચી જતાં લોકોએ વચ્ચે પડતાં સાસરિયાં પોતાના ઘરે જતાં રહ્યાં હતાં. જ્યારે ઇજાગ્રસ્ત પાર્થને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેણે હુમલો કરનારા સસરા કુંદનભાઈ, સાળા બોબી-રાહુલ તથા સાસુ જયશ્રીબેન સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...