સુપર એક્સક્લુઝિવ:38 દિવસથી ગુમ સ્વીટી પટેલ ક્રિકેટર હાર્દિક પંડ્યાની કૌટુંબિક ભાભી થાય, સ્વીટીનો Ex-પતિ હાર્દિકના ફોઈનો દીકરો

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: રાજેશ વોરા
  • દિવ્ય ભાસ્કરે સ્વીટીના પૂર્વ પતિ હેતસના પિતા ને હાર્દિકના ફૂવા મહેશ પંડ્યા સાથે વાતચીત કરી
  • સ્વીટી અને હેતસ બંને એક જ ગામ પણસોરાના વતની, બંનેને બે દીકરા છે- પ્રિનલ અને રીધમ પંડ્યા

વડોદરા જિલ્લા SOGના પીઆઇ એ.એ.દેસાઈનાં પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પીઆઇ એ.એ. દેસાઇનો નાર્કો ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવા માટે કરજણ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આગામી દિવસોમાં પીઆઇના બંને ટેસ્ટ કરાશે. હાલ પોલીસની ટીમો 7 દિવસથી દહેજ પંથકનાં ગામોમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. પરંતુ સ્વીટી પટેલના કોઈ સગડ મળ્યા નથી. સ્વીટી પટેલના ગુમથવાનું રહસ્ય દિવસેને દિવસે ઘેરાવા લાગ્યું છે. ક્રાઈમ પેટ્રોલના એપિસોડને ટક્કર મારે એવી એવી બાબતો પણ સામે આવી રહી છે.

સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો
38 દિવસથી ગુમ સ્વીટી પટેલેને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી કરી રહી છે. સ્વીટીનો પૂર્વ પતિ ક્રિકેટર હાર્દિક પંડ્યાના ફઈબાનો દીકરો છે. આ સંબંધે સ્વીટી પટેલ હાર્દિક પંડ્યાની ભાભી થતી હતી. જો કે બાદમાં સ્વીટી અને હેતસ પંડ્યાએ ડિવોર્સ લઈ લીધા હતા.

આ અંગે DivyaBhaskarએ સ્વીટી પટેલના પૂર્વ સસરા અને રિધમ પંડ્યા(સ્વીટી પટેલના પહેલા પતિનો દીકરો)ના દાદા મહેશ પંડ્યા સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે તેમના દીકરા હેતસ અને સ્વીટીના લવ મેરેજથી લઈ ડિવોર્સ સુધીની સિલસિલેવાર વિગતો આપી હતી.

સ્વીટી અને હેતસના લગ્ન અંગે મને બાદમાં જાણ થઈઃ મહેશ પંડ્યા
રિધમ પંડ્યાના દાદા મહેશ પંડ્યાએ DivyaBhaskar સાથે વાતચીત કરતા જણાવ્યું કે, લગભગ વીસેક વર્ષ પહેલા હેતસ અને સ્વીટીના લગ્ન થયા હતા. સ્વીટી અને હેતસ પંડ્યા બન્ને એક જ ગામના પણસોરાના છે. બન્ને કોલેજમાં પ્રેમમાં પડ્યા હતા. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધા. આ સમયે હું દુબઈ હતો. મને તેમના પ્રેમ સંબંધોની કોઈ જાણ નહોતી. બન્નેએ પહેલા લવ મેરેજ કરી લીધા હતા. આ લગ્ન અંગે પણ મને બાદમાં જાણ થઈ હતી. હું બહાર રહેતો હોવાથી મને કોઈપણ પ્રકારની વાત કરતા નહીં.

ડાબેથી સ્વીટી પટેલના પૂર્વ સસરા મહેશ પંડ્યા, દીકરો રિધમ પંડ્યા અને પૂર્વ પતિ હેતસ પંડ્યા
ડાબેથી સ્વીટી પટેલના પૂર્વ સસરા મહેશ પંડ્યા, દીકરો રિધમ પંડ્યા અને પૂર્વ પતિ હેતસ પંડ્યા

લગ્ન જીવન દરમિયાન બે દીકરાના માતા-પિતા બન્યા
મહેશ પંડ્યાએ આગળ જણાવ્યું કે, લગ્ન જીવન દરમિયાન સ્વીટી અને હેતસ બે દીકરાના માતા-પિતા બન્યા હતા. જેમાં સૌથી મોટો રિધમ 17 વર્ષનો છે જ્યારે તેમનો બીજો દીકરો 8 વર્ષનો પ્રનીલ છે. તેમના ડિવોર્સ પાછળનું કારણ એટલું જ કે બન્નેને એકબીજા સાથે ફાવતું નહોતું. બન્નેએ સાતેક વર્ષ પહેલા જ રાજીખુશીથી છૂટાછેડા લીધા છે.

ક્રિકેટર હાર્દિક પંડ્યા હેતસના મામાનો દીકરો ભાઈ થાય
જ્યારે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સાથેના સંબંધ અંગે મહેશ પંડ્યાએ જણાવ્યું કે, મારા પત્ની ક્રિકેટર હાર્દિક પંડ્યાના સગા ફોઈ થાય. આમ હાર્દિક અને હેતસ મામા-ફોઈના ભાઈ છે. હાર્દિકના ફોઈ અને મારા પત્નીનું અવસાન થઈ ગયું છે. હાલ રિધમના પિતા પણ ઓસ્ટ્રેલિયા છે. તેમણે બીજા લગ્ન કરી લીધા છે.

સ્વીટી પટેલના PI પતિ અને સ્વીટીની ફાઈલ તસવીર
સ્વીટી પટેલના PI પતિ અને સ્વીટીની ફાઈલ તસવીર

5 જૂનથી સ્વીટી ગુમ છે
નોંધનીય છે કે, વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા SOG પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં છેલ્લા 7દિવસથી સર્ચ ઓપરેશન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...