આ ઉકરડો નહીં મેઈન રોડ છે:અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળ આક્રમક, બોપલના રસ્તાઓ પર કચરો જ કચરો, માંગ ન સ્વીકારાતા સફાઈકર્મીઓ જ કચરો નાખી જાય છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હડતાળને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં કચરાંના ઢગલાં થઈ ગયા છે

સફાઈ કામદારોનો પગાર ન થતા કર્મચારીઓ દ્વારા હડતાળ પર ઉતરી ગયા હતા. ત્યારે ગેરકાયદે મંડળી રચી વિરોધ કરવા બદલે પોલીસે કાર્યવાહી કરી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. ત્યારે અમદાવાદના બોપલ વિસ્તારમાં સફાઈકર્મીઓ સાફસફાઈ માટે ન આવતા સ્થિતિ ખરાબ બની છે. કોર્પોરેશન દ્વારા હડતાળ સહિતની બાબતોને ધ્યાનમાં ન લેતા સફાઈ કર્મીઓએ રોડ પર જ કચરાંનો ઢગલો કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે બોપલના મોટાભાગના રસ્તાઓ પર કચરો-કચરો દેખાઈ રહ્યો છે.

પગાર વધારા સહિતની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા
છેલ્લા 7-10 દિવસથી સફાઈ કામદારો હડતાળ પર બેઠા હતા. થોડા દિવસ પહેલા પોલીસે માર માર્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન બહાર કર્મચારીઓના ધરણા કરવા બેઠાં હતાં. અમદાવાદમાં સફાઈ કર્માઓ દ્વારા પગાર વધારા સહિત વિવિધ માંગોને લઈને હડતાળ કરવામાં આવી રહી હતી. સમગ્ર મામલે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની અટકાયત પણ કરવામાં આવી હતી. કર્મચારીઓએ હોબાળો કરતા 30થી વધુ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ડિટેઇન કરી લવાયા હતા. પોલીસે સગર્ભા મહિલાને પણ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે,

સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે
સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે

10 મહિના પહેલા પણ કરી હતી હડતાળ
10 મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈકર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ સાથે 17000 સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા હતા. પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરાતા સફાઈ કર્મીઓ વધુ આક્રમક બન્યા હતાં. પીઆઇ આર.એમ.સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો.

પોલીસ સ્ટેશનના ગેટ બહાર સફાઈકર્મીઓ ભેગા થઈ ગયા હતા
પોલીસ સ્ટેશનના ગેટ બહાર સફાઈકર્મીઓ ભેગા થઈ ગયા હતા

પહેલીવાર પોલીસ સ્ટેશનના દરવાજા બંધ
સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તર પશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા હતા. કર્મીઓની ભીડ જામતાં બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું હતું. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતાં નોકર મંડળ દ્વારા આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...