આંબાવાડીની સુનિતા સોસાયટીમાં રહેતા 65 વર્ષીય પિતાએ 21 વર્ષના પુત્રની કરપીણ હત્યા કરી તેમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. પિતાએ હત્યા કરી છે હવે લાશ સ્વિકારી અંતિમવિધી કરવા તે તૈયાર નથી ત્યારે કૌટુંબીક સભ્યો પણ તૈયાર નથી. મરનારની માતા અને બહેન પણ તેનાથી કંટાળ્યા હોવાથી તેઓ પણ નિર્દયતા પૂર્વક જર્મનીથી પરત ન આવવાના હોવાનુ બહાર આવ્યું છે. તેવાાં સરકાર નિયમ પ્રમાણે લાશનો નિકાલ કરશે તેમ વાસણા પીઆઇએ જણાવ્યું હતું. પોલીસે આરોપી પિતાની હાજરીમાં માથુ, હાથ, પગ, ધડ ભેગા કરી ડીસ્કવરી કરી હતી. બાદમાં મોડી રાત સુધી સમગ્ર ઘટનાનું રિક્સ્ટ્રકશન કર્યું હતું. વાસણા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. તેને મારવાનો પિતાનો કોઇ પ્લાન ન હતો પરંતુ નશામાં હોવાથી તેને ન મારત તો તે પિતાને મારી નાખત.
18 જુલાઇના રોજ સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ નિલેશ જોશી પોતાના બેડ પર સુઇ રહ્યા હતા. દરમિયાનમાં વહેલી સવારે જ દિકરો સ્વયંમ ઘરે આવ્યો અને બારણા પછાડવા લાગ્યો હતો. નિલેશભાઇએ ઘરનો દરવાજો ખોલ્યો અને સ્વયંમ નશામાં ચકચુર થઇને આવ્યો હતો અને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાનમાં બંને વચ્ચે ઝઘડો થતાં પિતાએ તેની હત્યા કરી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપી નિલેષની ધરપકડ કરી વાસણા પોલીસને સોપ્યો હતો. દરમિયાનમાં વાસણા પીઆઇ એમ સી ચૌધરીએ જણાવ્યુ હતુ કે, અંતિમ વિધી કરવા હાલ તો કોઇ તૈયાર નથી. તેના પિતાએ લાશની અંતિમવિધી કરવાની તૈયારી બતાવી નથી. તેના કૌટુંબીક સભ્યો પણ અંતિમવિધી કરવા તૈયારી બતાવી નથી. તેની માતા અને બહેન પણ જર્મનીથી આવશે કે કેમ તે અંગે પણ કોઇ જાણકારી પરિવાર આપી રહ્યો નથી. જો કોઇ લાશ નહી સ્વિકારી તો સરકારી નિયમ પ્રમાણે સરકાર તરફી લાશની અંતિમવિધી કરવામાં આવશે. વાસણા પોલીસે તેની કસ્ટડી મેળવી મોડી રાત્રે ઘટનાનું રિકસ્ટ્રકશન કર્યું હતું જે જોઇ પોલીસ પણ ચોંકી ગઇ હતી. દરમિયનમાં પોલીસે ડિસ્કવરી કરી આરોપીને સાથે રાખી મૃતકના અંગો શોધી કાઢી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પિતાને હજુ પણ આ અંગે કોઇ અફસોસ ન હોવાનું પોલીસે જણાવ્યુ હતુ. આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે. જીંદગી, બચત, ગ્રેજ્યુટીના 20 લાખ સ્વયંમ પાછળ વાપર્યા, પરંતુ મેળ ન પડ્યો ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી નિલેશ જોશીએ જણાવ્યુ હતુ કે, મેં મારા ગ્રેજ્યુટીના રુપિયા અને કમાણી કરેલા તમામ રુપિયા તેની માટે વાપરી નાખ્યા હતા. તેને રોજ રુપિયા વાપરવા માટે આપતો હતો. તેની ડ્રગ્સ અને દારુની લત છોડાવવા માટે તમીલનાડું ખાતેના રિહેપ્સન સેન્ટર લઇ ગયો હતો ત્યા 3 લાખ આસપાસ ખર્ચો પણ કર્યો હતો પરંતુ તે સુધરી શક્યો ન હતો. આખરે તેને જબલપુર એક ખાસ ટ્રેનિંગ અપાવી તેને હેવી વ્હિકલનું લાઇસન્સ પણ અપાવ્યું હતુ જેથી તે એસટી વિભાગમાં નોકરી કરે અને તે કરે તો તે નશાથી દુર રહે પરંતુ તે ખર્ચો કર્યો અને ટ્રેનિંગનો ખર્ચો પણ માથે પડ્યો હતો. તેને મોજશોખ માટે બાઇક લઇ આપ્યું તેની તમામ ખુશીઓનું ધ્યાન રાખતો, જુવાન છોકરો હોવાથી તેને પૈસા પણ વાપરવા આપતો હતો. તેની પાસે કોઇ મારો એકાઉન્ટ નંબર કે ઓન લાઇન પેમેન્ટની વ્યવસ્થા ન હોવાથી તેને હું જ દૈનિક ખર્ચ માટે પૈસા આપતો હતો. મેં તેની પાછળ મારી જીંદગી ખર્ચી નાખી, સમય બચતના રુપિયા વાપરી નાખ્યા પરંતુ તે ન સુધર્યો અને છેલ્લી હદ વટાવી નાખી હતી.
લાશ ઉચકાય તેમ ન હોવાથી તેના ટુકડા કરવા પડ્યા, કોઇને જાણે કરે તો પકડાય આરોપીએ ક્રાઇમ બ્રાંચના એક ઓફિસર સમક્ષ કબુલાત કરી હતી કે, 21 વર્ષના સ્વયંમની લાશ તેના 65 વર્ષના વૃધ્ધ પિતા ઉચકી શકે તેમ ન હતા તેના કારણે તેના કટકા કરી ફેંકી દેવાનું તેને નક્કી કર્યું હતુ. જેથી તે ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર મશીન ખરીદી આવ્યો અને થેલીઓ પણ લઇ આવ્યો હતો. જો તે કોઇને મદદ માટે બોલાવતો તો હત્યા કરી હોવાનું બહાર આવી જાત તે કોઇને જાણ કરવા માંગતો ન હતો. તેથી તે હત્યા કરી લાશને ઠેકાણ કરી ભાગી જવાના ફીરાકમાં હતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.