કોરોનાવાઈરસ:સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીએ 2 હજાર વિદ્યાર્થીઓ માટે 17 ઔષધીમાંથી બનાવ્યુ ચૂર્ણ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી દ્વારા ફાર્મસી અને આયુવેદીક કોલેજના એક્સપર્ટ સાથે મળીને 17 ઔષધીઓમાંથી સ્વર્ણિમ ચૂર્ણ બનાવ્યું છે. આ ચૂર્ણની મદદથી તમે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને વધારે સ્ટ્રોંગ કરી શકો છો. આ સાથે શરદી, તાવ કે ઉધરસ જેવી વાઈરલ બિમારીઓમાંથી પણ બચી શકો છો. ટીમ દ્વારા હાલ કેમ્પસની આસપાસ 10 ગામડાઓના 2500 જેટલા લોકોને આ ચૂર્ણનું ફ્રીમા વિતરણ કરવામાં આવ્યું છે.
સરકારી ઓફિસમાં પણ ફ્રી વિતરણ કરવામાં આવશે
સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા 17 ઔષધિના મિશ્રણથી બનાવવામાં આવેલ આ ખાસ ચૂર્ણ સરકારી કમર્ચારીઓ, પોલીસ સ્ટાફ અને કોરોના સામે લડી રહેલા વોરિયર્સ અને તેમના પરિવારને ફ્રીમાં આપવાનો નિર્ણય કરાયો છે. આ સાથે ભવિષ્યમાં કેવી રીતે ઈમ્યુનિટી સિસ્ટમ અથવા રોગપ્રતિકારક શક્તિ લોકોની સારી થાય તે દિશામાં એક્સપર્ટ ફેકલ્ટી સાથે મળીને વિદ્યાર્થીઓ સાથે સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...