વિમોચન:વડતાલધામ ખાતે થ્રી-ડી એનિમેશનમાં સ્વામિનારાયણ રાસનું ભવ્ય વિમોચન કરાશે

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાસ કરતા સ્વામિનારાયણ ભગવાન થ્રી-ડી તસવીર - Divya Bhaskar
રાસ કરતા સ્વામિનારાયણ ભગવાન થ્રી-ડી તસવીર
  • આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ-1માં કુલ 6 ગામોના નવ રાસનો સમાવેશ કરાયો છે

વડતાલના પીઠાધિપતિ 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા કુંડળધામના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે 15 નવેમ્બરે વડતાલધામના કાર્તિકી સમૈયામાં રાત્રે 9 કલાકે રાસના પ્રથમ ભાગનું વિમોચન થશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે પોતાના નંદસંતો સાથે લીધેલા અલૌકિક રાસને સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામના પ્રણેતા પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી થ્રી-ડી એનિમેશનમાં કંડારવામાં આવ્યો છે. 8 મિનિટ અને 30 સેકન્ડના આ થ્રી-ડી એનિમેશન સ્વામિનારાયણ રાસ 'ભાગ 1નું ભવ્ય વિમોચન તા. 15મી નવેમ્બરે વડતાલધામ ખાતે રાત્રે 9 કલાકે દબદબાપૂર્વક કરવામાં આવશે.

પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી 70-75 સંતો-હરિભક્તોની ટીમ દ્વારા સતત એક વર્ષથી કારેલીબાગ શ્રીસ્વામિનારાયણ મંદિર ખાતે આવેલા દિવ્યતા થ્રી-ડી એનિમેશન સ્ટુડિયોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ભવ્ય રાસનું નિર્માણ કાર્ય થઈ રહ્યું હતું. ભગવાન અને સંતો-ભક્તો દ્વારા રમાયેલા આ રાસને આબેહૂબ કંડારવા માટે સંપ્રદાયના 100 જેટલા વિવિધ ગ્રંથો અને સાહિત્યમાંથી સંશોધન કરી રાસને પૂરી પ્રામાણિકતા પ્રાપ્ત થાય એવી સંપૂર્ણ વિગતો પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ સંતોની ખાસ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. અને સંશોધનના આધારે લગભગ કુલ 22 જેટલા સ્થળોએ સ્વામિનારાયણ ભગવાને રાસ લીધેલો જણાય છે તેમાંથી આ ‘સ્વામિનારાયણ રાસ’ ભાગ-1માં કુલ 6 ગામોના નવ રાસનો સમાવેશ કરાયો છે.

બાકીના ગામોમાં લીધેલા રાસનો આગળના ભાગ-2 તથા 3માં સમાવેશ કરાશે. ખાસ આ ‘સ્વામિનારાયણ રાસ’ની હિન્દીમાં પદરચના ગ્રંથોમાંથી મળતી વિગતો મુજબ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ જ કરી છે. આબેહુબ તૈયાર કરાયેલા થ્રી-ડી એનિમેશન સ્વામિનારાયણ રાસ'ના પ્રાથમ ભાગનું વિમોચન 15મી નવેમ્બરે વડતાલ પીઠાધિપતિ 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી વગેરે સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે કરવામાં આવશે અને ટેક્નોલોજીના માધ્યમે ઓનલાઇનથી જોડાયેલા દેશ-વિદેશના હજારો દર્શકો પણ સ્વયં આ રાસનું એ જ સમયે વિમોચન કરી શકે એવી સુવિધા કરવામાં આવી છે.

વડતાલધામ ખાતે કાર્તિકી સમૈયામાં થનાર ભવ્ય વિમોચન પ્રસંગ લાખો હરિભક્તો માટે એક અદ્વિતીય સંભારણું બની રહેશે. 200 વર્ષ પહેલાં શ્રીસ્વામિનારાયણ ભગવાને પોતાના સંતો સાથે લીધેલા રાસનું આબેહુબ ચિત્રણ કરવા માટે ભગવાને તે સમયે કયા કયા ગામમાં કયા કયા સ્થળે કોની કોની સાથે રાસ લીધો હતો? તે ગામડાનું દૃષ્ય કેવું હતું? વગેરેની માહિતી મેળવવા તેના સંશોધન માટે ખાસ સંતો - ભક્તોની ટીમ કામે લાગી હતી.

આ થ્રી - ડીજી એનિમેશનમાં તૈયાર થયેલ ‘સ્વામિનારાયણ રાસ' ભાગ -1ની કામગીરી એક વર્ષ સુધી ચાલી હતી. એનિમેશનના રેન્ડરીંગ માટે સતત 4 મહિના સુધી 200 પરાંત કોમ્પ્યુટરનો ઉપયોગ કરાયો છે . આ ‘સ્વામિનારાયણ રાસ’માં 2350 યુનિક કેરેક્ટર્સ અને થ્રી-ડી માટે 2,50,000 લાઈટ વપરાય છે. જુદા જુદા 1800 પ્રકારના વસ્ત્રો અને જુદા જુદા 150 પ્રકારના દાગીનાઓનો ઉપયોગ કરાયો છે.

આ ‘સ્વામિનારાયણ રાસ' ભાગ-1માં પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આપેલા સ્વર ઉપરાંત ભારતના સુપ્રસિદ્ધ ગાયકો શાન, દલેર મહેંદી, પાર્થીવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, કરશન સાગઠિયા, નારાયણ ઠાકર, ગોવિંદા સરકાર, વગેરે નામચીન અર્ટીસ્ટોએ પોતાનો સુમધુર કંઠ આપ્યો છે. રાસના આ કીર્તનનું રેકોર્ડિંગ- મિક્સિંગ મુંબઇના સુપ્રસિદ્ધ સ્ટુડિયો યશરાજ, સેવન-હેવન, ટ્રીયો, ટ્રીનિટી, એ.બી. અને શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામના 'ટપુ' તથા કારેલીબાગ, વડોદરાના 'ભજન' સ્ટુડિયોમાં કરવામાં અવેલ છે.